Advertisement
Author: નોબત સમાચાર

રિક્ષાને મોટરની ટક્કરમાં રિક્ષાચાલક પ્રૌઢનું નિપજ્યું મૃત્યુઃ પુત્રની ફરિયાદ

મંગળવારની રાત્રે સર્જાયો હતો અકસ્માતઃ

જામનગર તા. ૧: ખંભાળિયા-દ્વારકા માર્ગ પર મંગળવારની રાત્રે એક રિક્ષાને પાછળથી મોટરે ઠોકર મારી હતી. રિક્ષાના ચાલક ખંભાળિયાના પ્રૌઢનું મૃત્યુ નિપજયું હતું. તેમના પુત્રએ અકસ્માત સર્જનાર મોટરચાલક સામે ફરિયાદ નોંધાવી છે.

ખંભાળિયા શહેરની વાયકેજીએન સોસાયટીમાં રહેતા અનવરશા શાહમદાર નામના પ્રૌઢ મંગળવારે રાત્રે અગિયારેક વાગ્યે ખંભાળિયા નજીક પાયલ હોટલ પાસેથી જીજે-૩૭-યુ ૫૮૩ નંબરની રિક્ષા લઈને જતાં હતા.

આ વેળાએ જીજે-૩૭-એમ ૭૫૮૦ નંબરની મોટર પુરપાટ ઝડપે ધસી આવી હતી. તે મોટરના ચાલકે પાછળથી ઠોકર મારી દેતા રિક્ષામાંથી અનવરશા ફંગોળાઈ ગયા હતા. આ પ્રૌઢનું મૃત્યુ નિપજ્યું હતું. તેમના પુત્ર નખીલશા શાહમદારે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh