Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નવી ઈમારત કરતા જુની સંસદ સારી હતી!
નવી દિલ્હી તા. ૧: મોદી સરકારના કાર્યકાળમાં નિર્માણ થયેલ નવી સંસદમાં પણ પાણી ટપકવા લાગતા વિપક્ષોએ મોદી સરકાર પર તડાપીટ બોલાવી છે.
દેશની રાજધાની દિલ્હીમાં ગઈકાલે ભારે વરસાદને પગલે પાણી-પાણી થઈ ગઈ હતી. અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા હતાં, તો ભારે વરસાદને પગલે નવી સંસદભવનના પરિસરમાં પણ છત પરથી પાણી ટપકવા લાગ્યું હતું.
નવી સંસદ ભવનના પરિસરમાં પાણી ટપકતા જ વિપક્ષી પાર્ટીઓએ સરકાર પર નિશાન સાધીને જુની સંસદ સાથે સરખામણી કરી રહ્યા છે. અનેક વિપક્ષી નેતાઓએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આકરી પ્રતિક્રિયા આપી હતી.
સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અને લોકસભા સાંસદ અખિલેશ યાદવે એક્સ પર પોસ્ટ કરીને લખ્યું છે કે, 'આ નવી સંસદ કરતા તો જુની સંસદ સારી હતી, જ્યાં જુના સાંસદો પણ આવીને મળી શકતા હતાં. તો ફરી જ્યાં સુધી કરોડો રૂપિયાના ખર્ચે બનેલી સંસદમાં પાણી ટપકવાનો કાર્યક્રમ ચાલી રહ્યો છે ત્યાં સુધી સંસદમાં જઈએ. જનતા સવાલ કરી રહી છે કે ભાજપ સરકારમાં બનેલી દરેક નવી છતમાંથી પાણી ટપકવું એ તેમની વિચારપૂર્વક બનાવેલી ડિઝાઈનનો ભાગ છે કે પછી...'
અખિલેશ ઉપરાંત કોંગ્રેસ સાંસદ મણિકમ ટાગોરે પણ એક્સ પર પોસ્ટ કરીને સરકાર પર નિશાન સાધ્યું છે. કોંગ્રેસ સાંસદે લખ્યું છે કે 'બહાર પેપર લીક, અંદર પાણી લીક, રાષ્ટ્રપતિ દ્વારા ઉપયોગમાં લેવાતી સંસદની લોબીમાં પણ પાણીનું લીકેજ, નવી સંસદ ભવનમાં હવામાન સંબંધિત સમસ્યાઓ પર પ્રકાશ પાડી રહી છે. નિર્માણ પૂરૂ થયાના એક વર્ષ પછી જ આવી સ્થિતિ સર્જાઈ છે. આ મુદ્દે લોકસભામાં સ્થગિત દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી.'
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial