Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૩૪ વર્ષ પહેલાં યોજાઈ હતી ભરતીઃ
જામનગર તા. ૧: જામનગર જિલ્લા પંચાયતની પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા યોજાયેલી ભરતીમાં ૩૪ વર્ષ પહેલાં શિક્ષક તરીકે ભરતી થયેલા એક શિક્ષક સામે આઈપીસી ૪૨૦ સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધાયો હતો. તે કેસમાં શિક્ષકનો છૂટકારો ફરમાવાયો છે.
જામનગર જિલ્લા ૫ંચાયત હસ્તકની શિક્ષણ સમિતિ દ્વારા વર્ષ ૧૯૯૦માં અનુસૂચિત જન જાતિના ઉમેદવારો માટે શિક્ષક તરીકેની ભરતી અંગેની જાહેરાત કરવામાં આવી હતી. તેની પ્રક્રિયામાં કેટલાક વ્યક્તિઓએ ખોટા પ્રમાણપત્ર રજૂ કરી દઈ બિન તાલીમ પ્રાથમિક શિક્ષક તરીકે નિમણૂક મેળવી લીધાનું જે તે વખતે બહાર આવ્યું હતું.
તે બાબતની સીઆઈડી ક્રાઈમ દ્વારા તપાસ કરાતા જામનગર જિલ્લાના આઠ વ્યક્તિ સામે આ પ્રકારની નિમણૂક મેળવી લેવા અંગે ગુન્હો નોંધવામાં આવ્યો હતો. તેનું ચાર્જશીટ વર્ષ ૧૯૯૮માં રજૂ થયું હતું. તે કેસ ચાલી જતાં અદાલતે કલ્યાણપુર તાલુકાના રહેવાસી ગામીત રમેશભાઈનો છૂટકારો ફરમાવ્યો છે. આરોપી તરફથી વકીલ હેમલ ચોટાઈ, વી.એચ. બક્ષી, હીરેન ગુુઢકા રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial