Advertisement
Author: નોબત સમાચાર

ગુંસાઈજીની ર૬ મી બેઠક ગાગા-ગુરગઢમાં રપ મી મે ના ઉજવાશે આંબા મનોરથ

પૂ. કાલિન્દી વહુજી પધારશેઃ વૈષ્ણવોને સંબોધનઃ બ્રહ્મસંબંધ અપાશેઃ

ભાટિયા તા. ૧૭ઃ કલ્યાણપુર તાલુકાના ગાગા-ગુરગઢ ગામની વચ્ચે આવેલ વૈષ્ણવોની શ્રી ગુંસાઈજીની ર૬ મી બેઠકમાં વર્ષોની પરંપરા મુજબ શ્રી નાગજીભાઈ ભટ્ટના ભાવનો આંબા-કેરીનો મનોરથ આખા વિશ્વમાં આ એક જ બેઠકજીમાં દર વર્ષે જેઠ સુદ છઠ્ઠના દિવસે યોજવામાં આવે છે. જેમાં સૌરાષ્ટ્ર-ગુજરાતભરમાંથી દર વર્ષ ચારથી પાંચ હજાર વૈષ્ણવો આ આંબા-કેરી મનોરથનો લાભ લઈ ધન્યતા અનુભવે છે.

દર વર્ષની જેમ આ વર્ષે પણ તા રપ-પ-ર૦ર૩ ને જેઠસુદ છઠ્ઠના દિવસે ગાગા-ગુરગઢ શ્રી ગુંસાઈજીની બેઠકમાં આંબા-કેરીનો મનોરથ સમસ્ત વૈષ્ણવો દ્વારા ઉજવવામાં આવશે અને આ મનોરથમાં પ.પૂ. ગો. ૧૦૮ શ્રી કાલિન્દી વહુજીશ્રી નટવર ગોપાલ મહારાજશ્રી (દ્વારકા-બરડિયા-વેરાવળ-વડનગર-કંપાલા) વાળા પધારશે અને વૈષ્ણવોને આશીર્વચન-બ્રહ્મ સંબંધ સહિતનો લાભ આપશે.

મનોરથમાં રાસ મંડળી, પ્રસાદી, જારીજી, ચરણસ્પર્શ, બ્રહ્મ સંબંધ, વચનામૃત સહિતનો વૈષ્ણવોને લાભ મળી રહે તે માટેની હાલ વૈષ્ણવો દ્વારા તડામાર તૈયારી ચાલી રહી છે.

આ અંગેની વધુ માહિતી માટે બેઠકના મુખ્યાજી કાનુભાઈ શર્મા-૯પ૩૭૮ ૪૦પ૦૦, દામભાઈ દાવડા-૯૪ર૬ર ૩૩૪૧૧, નિલેશ કાનાણી-૯૪ર૬ર ૬૦૧૭૧, નટુભાઈ દત્તાણી-૯૪ર૬૪ ૩૩૩૩૮, મેહુલ સામાણી-૯૪ર૭૪ ૯પર૯૧, જગુભાઈ ગોકાણી-૯૪ર૬૪ ૪ર૦ર૬ પર સંપર્ક  કરવો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh