Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ધ્રોલ તા. ૧૭ઃ ધ્રોલ તાલુકાના મોટા વાગુદડ ગામમાં ધ્રોલ તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ રાજભા જાડેજા દ્વારા તેમના પિતા સ્વ. સતુભા જાડેજાની દ્વીતિય પુણ્યતિથિ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવ્યો હતો. આ સાથે ગ્રામજનોને આવકનો દાખલો, માં અમૃતમ કાર્ડ, જનધન ખાતુ ખોલાવવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.
આ પ્રસંગે કાલાવાડના ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડાના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. રાજ૫ૂત યુવા સંઘના જામનગર જિલ્લા પ્રમુખ જગદીશસિંહ હકુભા જાડેજા, પૂર્વ કોર્પોરેટર ગજેન્દ્રસિંહ જાડેજા, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ ગણેશભાઈ મુંગરા, ડી.ડી. જીવાણી, ધ્રોલ તાલુકા સરપંચના પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજા, તાલુકા પંચાયત સદસ્ય તેમજ ધ્રોલ તાલુકાના સંઘના પ્રાંત પ્રમુખ અનિલભાઈ ભૂત, બ્રિજરાજસિંહ જાડેજા, કિસાન મોરચાના ધ્રોલ તાલુકાના પ્રમુખ અરવિંદભાઈ હિંશુ, જગદીશભાઈ ચાવડા, ધ્રોલ શહેર ભાજપ પ્રમુખ સમીરભાઈ શુકલ, નગરપાલિકા પૂર્વ પ્રમુખ મનસુખભાઈ, પૂર્વ ચેરમેન ગોવિંદભાઈ દલસાણીયા, સંજયભાઈ જાડેજા, રજનીભાઈ વારૃ, રણછોડભાઈ સરપંચ ચંદુભાઈ પનારા, યુવરાજસિંહ જાડેજા, અનિરૃદ્ધસિંહ જાડેજા, રાજભા જાડેજા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, અર્જુનસિંહ જાડેજા, જયદીપસિંહ જાડેજા, રામદેવસિંહ જાડેજા તેમજ અન્ય આગેવાનોએ હાજરી આપી હતી. સમગ્ર કાર્યક્રમનું આયોજન તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ રાજભા જાડેજા, મયુરસિંહ જાડેજા, તેમજ તાલુકા પંચાયતના સદસ્ય પ્રતિપાલસિંહ ઝાલા દ્વારા કરવામાં આવ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial