Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૧૩૦ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાતા ભારે તબાહીઃ
સિત્તવે તા. ૧૭ઃ મ્યાનમારમાં ચક્રવાત મોચાને કારણે મૃત્યુઆંક ૮૧ પર પહોંચ્યો છે, જ્યારે ૧૦૦ થી વધુ લોકો હજુ પણ લાપત્તા બતાવાઈ રહ્યા છે. ચક્રવાતને કારણે અનેક ગામોનો સંપર્ક તૂટી ગયો છે અને અનેક સ્થળોએ તબાહી મચાવી છે.
મ્યાનમારમાં ચક્રવાત મોચાએ તબાહી મચાવી છે. આ વિનાશક ચક્રવાતે બંદર શહેરોમાં ભારે તબાહી મચાવી છે. સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર ૧૩૦ માઈલ પ્રતિકલાકની ઝડપે ફૂંકાયેલા પવનને કારણે રાજધાની સિત્તવેના કેટલાક ભાગોમાં પણ પૂર આવ્યું હતું. આ ચક્રવાતને કારણે અત્યાર સુધી ૮૧ લોકોના મોત થયા છે જ્યારે ૧૦૦ થી વધુ લોકો હજુ પણ લાપત્તા છે.
મ્યાનમારમાં આવેલા શક્તિશાળી ચક્રવાતને કારણે અનેક સ્થળોએ તબાહી મચાવી છે. સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ લઘુમતી વસ્તી ધરાવતા બુ મા અને નજીકના ગામોમાં ઓછામાં ઓછા ૪૬ લોકોના મોત થયા છે. આ ઉપરાત રખાઈનની રાજધાની સિત્તવેની ઉત્તરે, રાથેદાઉંગ ટાઉનશીપના એક ગામમાં એક આશ્રમ તૂટી પડતા તેર લોકોના મોત થયા હતાં અને બાજુના ગામમાં એક મકાન ધરાશાયી થતા એક મહિલાનું મૃત્યુ થયું હતું. સ્થાનિક મીડિયાના જણાવ્યા અનુસાર ચક્રવાત મોચા એક દાયકા કરતા પણ વધુ સમયગાળામાં આ પ્રદેશમાં ત્રાટકેલું સૌથી શક્તિશાળી ચક્રવાત હતું. આ ચક્રવાતે ગામડાઓને તબાહ કરી નાખ્યા, વૃક્ષો જડમૂળમાંથી ઉખડી ગયા અને રખાઈન રાજ્યના મોટાભાગના ગામમાં સંપર્ક ખોરવાઈ ગયો હતો.
મધ્ય પૂર્વ એશિયાના દેશ યમન દ્વારા આ શક્તિશાળી તોફાનને 'મોચા' નામ આપવામાં આવ્યું છે. મોચા ચમનનું એક શહેર છે જેને મોચા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ શહેર કોફીના વેપાર માટે જાણીતું છે. 'મોચા કોફી'નું નામ પણ આના પરથી રાખવામાં આવ્યું હતું.
યુનાઈટેડ નેશન્સ ઈકોનોમિક એન્ડ સોશ્યલ કમિશન ફોર એશિયા એન્ડ ધ પેસિફિક પેનલના ૧૩ સભ્ય દેશો આ ચક્રવાતના નામ આપે છે. આમાં ભારત, બાંગ્લાદેશ, મ્યાનમાર, પાકિસ્તાન, માલદીવ, ઓમાન, શ્રીલંકા, થાઈલેન્ડ, ઈરાન, કતાર, સાઉદી અરેબિયા, સંયુક્ત આરબ અમીરાત અને યમન સામેલ છે. આ ક્ષેત્રમાં ઉદ્ભવેલા ચક્રવાતના નામ સામેલ દેશોને મૂળાક્ષરો પ્રમાણે નામ આપવામાં આવ્યા છે. જેમાં બી માંથી બાંગ્લાદેશ પ્રથમ આવે છે. તે પહેલા નામ સૂચવે છે, પછી ભારત અને ઈરાન અને બાકીના દેશો આવે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial