Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રસ્તાના ઢાળમાં ટ્રેક્ટર બન્યું બેકાબુઃ
જામનગર તા.૧૭ ઃ દ્વારકા તાલુકાના ગઢેચી ગામના એક યુવાન ગઈકાલે સવારે ટ્રેક્ટર લઈને મીઠાપુરની ટાટા કંપનીના સોલ્ટ એરીયામાંથી જતાં હતા ત્યારે ઢાળમાં ચાલકના કાબૂ બહાર ગયેલું ટ્રેક્ટર ગોથું મારી જતાં ચાલક તેની નીચે ચગદાઈ જઈને મોતને શરણ થયા છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામંડળના ગઢેચી ગામમાં રહેતા કારાભા સાજણભા માણેક નામના ચોત્રીસ વર્ષના યુવાન ગઈકાલે સવારે જીજે-૧૪-બી ૬૨૬૩ નંબરનું ટ્રેક્ટર લઈને મીઠાપુરમાં ટાટા કંપનીના સોલ્ટ એરીયામાંથી જતાં હતા.
આ વેળાએ રસ્તામાં પાળાના ઢાળ પર કારાભાએ ટ્રેક્ટર પરનો કાબૂ ગૂમાવતા ટ્રેક્ટર પલ્ટી મારી ગયું હતું. જેમાં ચાલક કારાભા ટ્રેક્ટર નીચે ચગદાઈ ગયા હતા. આ યુવાનને સારવારમાં ખસેડવામાં આવ્યા પછી મૃત્યુ થયું છે. ગઢેચી ગામના રહેવાસી અને કોન્ટ્રાક્ટર બહાદુરભા સાજણભા માણેકે પોલીસને જાણ કરી છે. પોલીસે આઈપીસી ૩૦૪ (અ), ૨૭૯ વગેરે કલમો હેઠળ ગુન્હાની નોંધ કરી તપાસ હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial