Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હાલતુરત ૬૦ મીટરનો એરસ્ટ્રીપ બનશે
ખંભાળીયા તા. ૧૭ઃ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયાના દેવળીયામાંથી દ્વારકાના કુરંગા નજીક ૧૧૦૦ કરોડના ખર્ચે ફોરટ્રેક રોડ બન્યો હતો. જેમાં હંજડાપર ગામના પાટીયા પાસેથી હરીયાવડ, લીંબડી પાસે છ કિ.મી. નો વિસ્તાર એર સ્ટ્રીપ બનવાનો હોય આ રસ્તો ના બનતા લોકોને બન્ને તરફ નવા રોડ અને વચ્ચે છ કિમી અત્યંત ખાડાવાળા રસ્તાથી પરેશાની થતી હતી. રાજ્ય મંત્રી તથા ખંભાળીયાના ધારાસભ્ય મૂળુભાઈ બેરા, જિલ્લાના પ્રભારી મંત્રી કુંવરજીભાઈ બાવળીયા તથા સાંસદ પૂનમબેન માડમ દ્વારા વારંવાર રજુઆતો તથા ઉચ્ચ કડક સૂચનાઓના પગલે તંત્ર દ્વારા આ છ કિલોમીટર રસ્તો ૩૦ મીટર પહોળાઈનો નવો બનાવવા નક્કી કરાયું છે તથા તેનું કામ પણ નેશનલ હાઈવે ઓથોરીટીના માર્ગદર્શન તથા સૂચના મુજબ શરૃ કરી દેવામાં આવ્યું છે.
આ છ કિલોમીટરનો રસ્તો એરસ્ટ્રીપ બનશે એટલે કે ૬૦ મી. પહોળો એટલે કે ૧૯૦ ફૂટ પહોળો રસ્તો બનશે પણ બન્ને તરફ જમીન સંપાદન થયું ના હોય હાલ પુરતો ૩૦ મીટરનો રસ્તો બની જશે જેથી વાહનચાલકોને પડતી મુશ્કેલી હલ થશે. તાજેતરમાં આ અંગે એનએમઆઈના અધિકારીઓ સાથે પ્રાંત અધિકારી ખંભાળીયા પાર્થ કોટડીયા દ્વારા મિટિંગ પણ યોજાઈ હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial