Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નિયમોનુસાર, સંતોષકારક રીતે કામગીરી થઈ હોવાનો દાવોઃ
ગાંધીનગર તા. ૧૭ઃ કમોસમી વરસાદ અન્વયે રાજયમાં વિવિધ જિલ્લાઓમાં કુલ ૫૬૫ ટીમો દ્વારા અસરગ્રસ્ત ખેડૂતોના ખેતરે જઈ સ્થળ મુલાકાત કરી સર્વે કામગીરી કરવામાં આવી છેે. સર્વે કામગીરી નિયમોનુસાર, સંતોષકારક રીતે તથા કોઈપણ પ્રકારના પક્ષપાત વગર સંપન્ન થઈ હોવાનો ખેતીવાડી નિયામકે દાવો કર્યો છે.
રાજયમાં માર્ચ-૨૦૨૩ માસમાં વિવિધ જિલ્લાઓમાં પડેલ કમોસમી વરસાદ અન્વયે રાજય સરકારે ખાસ સહાય પેકેજ જાહેર કર્યું છે. આ સહાય પેકેજનો ખેડૂતોને લાભ મળે તે માટે રાજયમાં વિવિધ જિલ્લાઓમાં કુલ ૫૬૫ ટીમો દ્વારા અસરગ્રસ્ત ખેડૂતોના ખેતરે જઈ સ્થળ મુલાકાત કરીને સર્વે હાથ ધરાયો હતો. સર્વે કામગીરી નિયમોનુસાર, સંતોષકારક રીતે તથા કોઈપણ પ્રકારના પક્ષપાત વગર સંપન્ન કરવામાં આવી છે,એમ ખેતી નિયામકની કચેરીની યાદીમાં જણાવાયું છે.
યાદીમાં વધુમાં જણાવાયાનુસાર કમોસમી વરસાદ સંદર્ભે ગ્રામીણ કક્ષાએથી ખેડૂત આગેવાનો, સરપંચો, પદાધિકારીઓ દ્વારા મળેલી રજૂઆતો/અરજીઓના અહેવાલ ધ્યાને લઈ અસરગ્રસ્ત વિસ્તારોમાં જિલ્લા તંત્ર તથા ખેતીવાડી ખાતાના ફિલ્ડ સ્ટાફ દ્વારા તાત્કાલિક બે દિવસમાં પ્રાથમિક સર્વેની કામગીરી શરુ કરવામાં આવી હતી તથા વિગતવાર સર્વેની જરૂરિયાત જણાતા સ્થાનિક પરિસ્થિતિ મુજબ તા.૦૭/૦૩/૨૦૨૩થી લઈ તબક્કાવાર વિવિધ જિલ્લાઓમાં સર્વે ટીમની રચના કરી વિગતવાર સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
જસદણ તાલુકાના આટકોટ ગામમાં પણ ખેડૂતવાર વિગતવાર સર્વે કરી સર્વે યાદી બનાવવામાં આવી છે જેમાં જે બે ખેડૂતોનો સર્વેમાં સમાવેશ થયેલ છે તથા તેઓનાં ખેતર ઉપર સર્વે ટીમ દ્વારા તા. ૦૯-૧૦/૦૩/૨૦૨૩ નાં રોજ સ્થળ મુલાકત લીધેલ જેમાં એક ખેડૂતનાં ખેતરમાં ઘંઉ પાકનુ વાવેતર માલુમ પડેલ તથા કુલ ઘંઉ વાવેતર ૨ હેકટર પૈકી ૦.૬૪ હેક્ટર વિસ્તાર અસરગ્રસ્ત/ઢળી પડેલ હોવાનુ જણાયું છે તથા બીજા ખેડૂતનાં ખેતરમાં ૧.૬૦ હેકટર વિસ્તારમાં ઉનાળુ તલ પાકનુ આગોતરૃ વાવેતર માલુમ પડેલ તથા તલ પાક વાનસ્પતિક વૃદ્ધિ અવસ્થાએ માલુમ પડેલ પરંતુ બન્ને ખેડૂતના ખેતર પર નિયત ધોરણ તથા માપદંડ અનુસાર નોંધપાત્ર નુકસાન જણાયું નહોતું એટલે એમનો સહાયમાં સમાવેશ કરાયો નથી.આ અંગેના માધ્યમોમાં પ્રસારિત થયેલા સમાચારોનું ખંડન કરવામાં આવે છે.
જિલ્લા કક્ષાએથી અસરગ્રત ખેડૂતોને સહાયભૂત થવા રાજય સરકાર દ્વારા તા.૫મી મે૨૦૨૩ થી કૃષિ રાહત પેકેજ જાહેર કરાયું છે જેમાં કમોસમી વરસાદથી અસરગ્રસ્ત ખેડૂતોને નોંધપાત્ર સહાય મળે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા એસડીઆરએફનાં ધોરણો ઉપરાંત રાજ્ય બજેટમાંથી ખાસ કિસ્સામાં ટોપ-અપ સહાયમાં અત્યાર સુધીનો મહત્તમ વધારો કરી ખેતી અને વર્ષાયું બાગાયતી પાકો માટે રાજય ભંડોળમાંથી વધારાની સહાય પ્રતિ હેક્ટર રૂ.૯,૫૦૦/- તથા બહુવર્ષાયુ બાગાયતી પાકોના કિસ્સામાં રાજય ભંડોળમાંથી વધારાની સહાય પ્રતિ હેક્ટર રૂ.૧૨,૬૦૦/- ચૂકવવાની જોગવાઈ અસરગ્રસ્ત ખેડૂતોને મદદરૂપ થવાના આશયથી કરવામાં આવી છે.
કમોસમી વરસાદની કામગીરી અંતર્ગત સમગ્ર રાજયમાં રજુઆતો અન્વયે અસરગ્રસ્ત ખેડૂતોનાં ખેતરની મુલાકાત કરવામાં આવી છે. અસરગ્રસ્ત ખેડૂતોના ખેતરોના અક્ષાંશ-રેખાંશનાં ફોટા મહદઅંશે લેવામાં આવ્યા છે. તથા સર્વે થયા અંગેના ખેડૂતો/સ્થાનીક પંચો/ પદાધિકારીઓ / આગેવાનોની સહી સાથે પંચ રોજકામ કરવામાં આવ્યું છે. દરેક નુકસાનગ્રસ્ત ખેડૂતની વિગત સર્વે યાદીમાં નોધવામાં આવેલ છે. સર્વે યાદી / પંચ રોજકામ તાલુકા કક્ષાએ વિસ્તરણ અધિકારી (ખેતી) તથા જિલ્લા કક્ષાએ જિલ્લા ખેતીવાડી અધિકારી પાસે ઉપલબ્ધ છે. આમ સર્વે કામગીરી નિયમોનુસાર, સંતોષકારક રીતે તથા કોઈપણ પ્રકારના પક્ષપાત વગર કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial