Advertisement
Author: નોબત સમાચાર

ખીમલિયા પાટિયા પાસે હિટ એન્ડ રનનો બનાવઃ એકાદ કલાક સુધી કણસ્યા પછી વૃદ્ધનું મૃત્યુ

વહેલી સવારે સર્જાયો હતો અકસ્માતઃ કોઈએ ૧૦૮ને ફોન ન કર્યાેઃ

જામનગર તા.૧૭: જામનગરના રણજીત સાગર રોડ પર રહેતા એક વૃદ્ધ ગઈ કાલે સવારે પોતાના ખેતરેથી સ્કૂટરમાં પોતાના મિત્રના ફાર્મહાઉસ ગયા પછી પરત ફરતા હતા ત્યારે ખીમલીયા ગામ પાસે તેઓને એક અજાણ્યું વાહન ઠોકર મારી પલાયન થઈ ગયું હતું. ગંભીર ઈજા પામેલા આ વૃદ્ધનું મૃત્યુ નિપજ્યું છે. પોલીસે હિટ એન્ડ રનના આ બનાવની તપાસ શરૃ કરી છે. આ વૃદ્ધ કણસતી હાલતમાં ત્યાં અંદાજે એકાદ કલાક સુધી પડ્યા રહ્યા હતા પરંતુ ત્યાંથી પસાર થતાં કોઈ વ્યક્તિએ પોલીસ કે ૧૦૮ને જાણ ન કરતા આ વૃદ્ધ મોતને શરણ થયા હોવાની કરૃણ વિગતો જાણવા મળી રહી છે.

જામનગરના રણજીત સાગર રોડ પર આવેલા મારૃ કંસારા હોલ પાછળ જય સરદારનગરમાં વસવાટ કરતા ગણેશભાઈ ચોવટીયા નામના પટેલ વૃદ્ધ ગઈકાલે સવારે પાંચેક વાગ્યે પોતાના મિત્રના ખીમલીયા ગામમાં આવેલા ફાર્મહાઉસ જવા માટે જીજે-૨૩-એએલ ૫૧૨૯ નંબરના એક્સેસ સ્કૂટરમાં ઘેરથી નીકળ્યા હતા.

આ વૃદ્ધ જ્યારે લાલપુર બાયપાસથી કાલાવડ બાયપાસ વચ્ચે આવેલા ખીમલીયા ગામના પાટિયા નજીક ફાર્મહાઉસ પહોંચ્યા પછી છએક વાગ્યે ઘેર પરત આવવા માટે રવાના થયા હતા. ત્યારે તેઓને કોઈ અજાણ્યું વાહન ઠોકર મારી નાસી ગયું હતું. ઠોકર વાગતા સ્કૂટર પરથી ફંગોળાયેલા ગણેશભાઈને ઈજા થઈ હતી અને તેના કારણે આ વૃદ્ધ એક્સીડેન્ટના સ્થળે ઘાયલ અવસ્થામાં પડ્યા હતા.

ત્યાંથી સંભવિતઃ રીતે સંખ્યાબંધ વાહનો પસાર થયા હશે પરંતુ કોઈએ આ બનાવની પોલીસ કે ૧૦૮ને જાણ કરી ન હતી તેથી ગંભીર ઈજા પામેલા ગણેશભાઈનું મૃત્યુ નિપજ્યું હતું. તે પછી બનાવના સ્થળેથી હર્ષદપુરના સરપંચ અને ગણેશભાઈના પુત્ર જગદીશભાઈના મિત્ર પસાર થયા હતા. તેઓએ ત્યાં એકઠા થયેલા લોકોને શું થયું છે તેમ કુતૂહલવશ પૂછ્યા પછી નજીક જઈને જોતા તેઓ ગણેશભાઈને ઓળખી ગયા હતા અને તેઓએ પુત્ર જગદીશભાઈને જાણ કરી હતી.

આ બનાવની જગદીશભાઈએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પંચકોશી-બી ડિવિઝન પોલીસે હિટ એન્ડ રનના આ બનાવમાં અજાણ્યા વાહનચાલક સામે આઈપીસી ૩૦૪ (અ) સહિતની કલમ હેઠળ ગુન્હો નોંધ્યો છે અને તે વાહનની શોધ શરૃ કરી છે.

વધુમાં જાણવા મળ્યા મુજબ અજાણ્યા વાહનની ઠોકરે ચઢી ગયેલા આ વૃદ્ધને સંભવિતઃ રીતે જો તાત્કાલિક સારવાર મળી ગઈ હોત તો તેઓ કદાચ બચી શક્યા હોત પરંતુ તે સ્થળેથી સતત વાહનોની અવરજવર રહેતી હોવા છતાં કોઈએ તેની જાણ પોલીસ કે ૧૦૮ને કરી ન હતી તે બાબત દુખદ છે. તે ઉપરાંત અકસ્માતગ્રસ્ત વૃદ્ધના ખિસ્સામાં અમૂક રકમ અને મોબાઈલ પણ ગુમ થઈ ગયા છે. જો કે, તેમના પેન્ટના ખિસ્સામાં રહેલી કોથળીમાં તેઓનું આધારકાર્ડ અને લાયસન્સ હતા તેના કારણે તેમના મૃત્યુ પછી આ મૃતક ગણેશભાઈ જ છે તે નક્કી થઈ શક્યું હતું અને ત્યારે જ ત્યાંથી નીકળેલા હર્ષદપુરના સરપંચે પોતાના મિત્ર અને મૃતકના પુત્ર જગદીશભાઈને અકસ્માતની જાણ કરતો કોલ કર્યાે હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh