Advertisement
Author: નોબત સમાચાર

એનઆઈએના ૬ રાજ્યોમાં ૧રર સ્થળે સામૂહિક દરોડાઃ સર્ચ ઓપરેશન શરૃ

ખાલિસ્તાની-આતંકવાદી સાથે સંકળાયેલા, ગેંગસ્ટર, ડ્રગ્સના સ્મગલરો પર તવાઈઃ

નવી દિલ્હી તા. ૧૭ઃ એનઆઈએ દ્વારા આતંકવાદ-નશીલા પદાર્થોની દાણચોરી, ગેંગસ્ટર લિંક વિરૃદ્ધ અભિયાન ચલાવાઈ રહ્યું છે અને ગુનાહિત છબિવાળા અને ખાલિસ્તાની ટેરર લિંક ધરાવતા લોકોના ઘરે દરોડા પડી રહ્યા છે.

આજે ગેંગસ્ટર-ખાલિસ્તાની આતંકી કડી પર નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સી આજે ૧રર થી વધુ સ્થળો પર દરોડા પાડી રહી છે. સૂત્રો જણાવે છે કે, ગેંગસ્ટરો અને ખાલિસ્તાની નેટવર્ક પર નોંધાયેલા પ કેસોમાં એજન્સી આ ઝડપથી દરોડા પાડી રહી છે. એનઆઈએની ટીમ ૧રર અલગ અલગ જગ્યાઓ પર દરોડા પાડી રહી છે.

સૂત્રો જણાવે છે કે એનઆઈએ એ ગુનાહિત છબિ અને ખાલિસ્તાની આતંકવાદી સંબંધો ધરાવતા લોકોના ઘરો પર દરોડા પાડ્યા છે. જાણવા મળ્યું છે કે, નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સી આતંકવાદ, ડ્રગ પેડલર્સ અને ગેંગસ્ટર લિંક્સ સંબંધિત કેસોમાં ૬ રાજ્યોમાં દરોડા પાડી રહી છે. જે રાજ્યોમાં દરોડા પાડવામાં આવી રહ્યા છે તેમાં હરિયાણા, પંજાબ, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ અને મધ્યપ્રદેશનો સમાવેશ થાય છે. એનઆઈએ કુલ મળીને ૧રર થી વધુ સ્થળો પર સર્ચ કરી રહી છે અને એનઆઈએ દિલ્હી-એનસીઆરમાં ૩ર સ્થળો પર દરોડા પાડી રહી છે. પંજાબ, ચંદીગઢમાં પણ એનઆઈએની સૌથી મોટી દરોડા ૬૬ જગ્યાઓ પર ચાલી રહી છે.

બીજી તરફ ઉત્તરપ્રદેશમાં ૩ સ્થળો પર દરોડા પાડવામાં આવી રહ્યા છે. યુપીમાં પ્રતાપગઢ, બરેલી અને લખીમપુરમાં આ દરોડા ચાલી રહ્યા છે. આ સિવાય કેન્દ્રિય એજન્સી રાજસ્થાન અને હરિયાણામાં ૧૮ સ્થળોએ સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. એનઆઈએ મધ્યપ્રદેશમાં પણ બે સ્થળોએ દરોડા પાડી રહી છે. પંજાબના ફિરોઝપુરમાં ૩ સ્થળો પર એનઆઈએના દરોડા ચાલી રહ્યા છે.

નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સી આજે સવારે રેકોર્ડની તપાસ કરવા માટે સરહદી જિલ્લામાં ત્રણ અલગ-અલગ સ્થળોએ દરોડા પાડી રહી છે. એનઆઈએની ટીમે મુડકી, તલવંડી અને ફિરોઝપુરમાં ત્રણ લોકોના ઘરો પર દરોડા પાડ્યા છે. આ સિવાય ભટિંડામાં પણ જે ઘરો પર દરોડા પાડવામાં આવ્યા છે ત્યાં બહારથી કે અંદરથી કોઈને પણ જવા દેવામાં આવી રહ્યા નથી.

એજન્સીએ આ વર્ષે રપ જાન્યુઆરીએ ઉત્તરપ્રદેશના ગૌરખપુરથી દીપક રંગાની ધરપકડ કરી હતી, જે મે ર૦રર માં મોહાલીમાં પંજાબ પોલીસના ઈન્ટેલિજન્સ હેડક્વાર્ટર પર આરપીજી હુમલાનો મુખ્ય શૂટર હતો. એક કેસમાં ધરપકડ કરાયેલા રંગા કેનેડા સ્થિત ગેંગસ્ટરથી આતંકવાદી બનેલા લખબીરસિંહ સંધુ ઉર્ફે લાંડા અને પાકિસ્તાન સ્થિત ગેંગસ્ટરથી આતંકવાદી બનેલા હરવિંદરસિંહ સંધુ ઉર્ફે રિંડાનો પણ નજીકનો સહયોગી છે. મે ર૦રર માં મોહાલીમાં આરપીજી હુમલામાં સામેલ હોવા ઉપરાંત દીપક હિંસક હત્યાઓ સહિત અન્ય અનેક આતંકવાદી અને ગુનાહિત પ્રવૃત્તિઓમાં પણ સામેલ હતો. તે સક્રિયપણે રિંડા અને લાંડા પાસેથી ટેરર ફંડ અને લોજિસ્ટિક સપોર્ટ મેળવતો રહ્યો છે.

એનઆઈએ એ ર૯ સપ્ટેમ્બર, ર૦રર ના આ મામલે સુઓ મોટો સંજ્ઞાન લઈને કેસ નોંધ્યો હતો. દેશના ઉત્તરીય રાજ્યોમાં લક્ષ્યાંકિત હત્યાઓ અને હિંસક ગુનાહિત કૃત્યોને અંજામ આપવા માટે વિદેશી-આધારિત આતંકવાદી સંગઠનો અને આતંકવાદી તત્ત્વો સંગઠિત અપરાધી ગેંગના નેતાઓ અને સભ્યો સાથે નજીકના સંકલનમાં કામ કરી રહ્યા હોવાનું બહાર આવતા તપાસ એજન્સીએ એફઆઈઆર નોંધાવી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh