Advertisement
Author: નોબત સમાચાર

આવતા વરસે કારતક માસમાં હરિદ્વારમાં સામૂહિક ભાગવત સપ્તાહનું આયોજન

જામનગર તા. ૧૭ઃ રાધેકૃષ્ણ યાત્રા સંઘ દ્વારા ગીતા વિદ્યાલય પરિવારના સૌજન્યથી કારતક માસમાં દેવભૂમિ દ્વારકામાં સામૂહિક શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરેલ છે. નૂતન વર્ષાના પ્રારંભે દેવઊઠી એકાદશી અને દેવદિવાળીના પવિત્ર દિવસોમાં આયોજીત આ ભાગવત કથામાં વકતા પદે ભાગવતાચાર્ય મનહરલાલજી મારાજના પુત્ર ડો. કૃષ્ણકુમાર શાસ્ત્રી રસપ્રદ સંગીતમય શૈલીમાં આધ્યાત્મ સાથે અને  ભાગવતજીના રહસ્યોનું સરળ સમજૂતી સાથે વર્ણન કરશે. તેમજ મૂળ કથા, શાસ્ત્રોકત કથાની ત્રણ પેઢીની પરંપરાને અનુસરીને દ્રષ્ટાંતો, ભુણહત્યા, પર્યાવરણ, રાષ્ટ્રપ્રેમ, વ્યસનમુક્તિ, દહેજપ્રથા વગેરેને આવરી લઈને લોકજાગૃતિનું કર્તવ્ય નિભાવશે.

બાલાજી ઈલેકટ્રીકના રાજુભાઈ રમેશભાઈ નથવાણી તથા ભાવનાબેન જયેશભાઈ કોટેચા મુખ્ય યજમાનના મનોરથી થયા છે. સ્વજનોના આત્મકલ્યાણાર્થે કથા પાટલા-પોથીજીના યજમાનના નામ નોંધાય છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે આ ધાર્મિક યાત્રામાં સૌ પ્રથમવાર યાત્રિકોના આરોગ્યની કાળજી માટે બે બે ડોકટરો પૂરી યાત્રામાં સતત સાથે રહેશે. તા. રર થી ર૮ નવેમ્બર દરમ્યાનના આ પાવન આયોજનમાં કથાશ્રવણ, પોથીપૂજન, ગંગાતીરે પિતૃતર્પણ અને ગંગાસ્નાનનો લ્હાવો લેવા યાત્રિક તરીકે આ કથાયાત્રામાં જોડાવા મહિલા સત્સંગ મંડળ, ધૂન ભજન મંડળના સર્વે બહેનોને તથા પોથીજીના યજમાન થવા સર્વે ભાવિકોને સંસ્થાએ અનુરોધ કર્યો છે.

કથામાં સતીચરિત્ર, નૃસિંહપ્રાકટ્ય, વામનજન્મ, રામજન્મ, કૃષ્ણજન્મ, ભવ્ય નંદમહોત્સવ, ગિરીરાજ ઉત્સવ, અન્નકૂટદર્શન, ગોપીગીત, તુલસી વિવાહ, રૃક્ષ્મણી વિવાહ, સુદામા ચરિત્ર વગેરે પ્રસંગો ઉજવાશે. આ સામૂહિક કથા યાત્રા-પ્રવાસમાં જોડાવા ઈચ્છતા સર્વે ભાવિકોને વહેલાસર રાધેકૃષ્ણ યાત્રા સંઘના ઈલાબેન મિસ્ત્રી (મોબાઈલ ૯૬૬રર ૮૯૪૬૪) તથા ગીતા પરિવાર (મો.૯૮૯૮૩ ૧૮ર૮૬) નો સંપર્ક કરવા ગીતા વિદ્યાલય પરિવારે જણાવ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh