Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મંત્રી રાઘવજીભાઈ પટેલ રહ્યા ઉપસ્થિતઃ
જામનગર તા. ૧૭ઃ જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડમાં સમસ્ત વાલ્મિકી સમાજનો દ્વિતીય સમૃહલગ્નોત્સવ યોજાયો હતો. જેમાં કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલે ૧૬ નવદંપતીને આશીર્વચન પાઠવી રૃા. રપ,૦૦૦ ની રકમનું અનુદાન કર્યું હતું.
બહુજન વિકાસ સંઘ તથા સમસ્ત વાલ્મિકી સમાજના ઉપક્રમે જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડમાં રાજ્યના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલની ઉપસ્થિતિમાં સમસ્ત વાલ્મિકી સમાજના દ્વિતીય સમૂહલગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. મંત્રીએ પ્રભૂતામાં પગલાં માંડનાર ૧૬ નવ દંતીઓને આશીર્વચન પાઠવી રૃા. રપ,૦૦૦ ની રોકડ રકમનું અનુદાન કર્યું હતું. તેમજ પૂર્વ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજાએ રૃા. રપ,૦૦૦ ની રકમ ભેટ સ્વરૃપે આપી હતી.
આ પ્રસંગે રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે, 'સમસ્ત વાલ્મિકી સમાજના સમૂહલગ્નોત્સનું ખૂબ સરસ રીતે આયોજન કરવામાં આવ્યું છે. આ તકે હું તમામ દાતાઓનો આભાર વ્યક્ત કરૃ છું. વર્ષો પહેલા ડો. બાબાસાહેબ આંબેડકરે સમાજના પછાત વર્ગના લોકોને શિક્ષિત, સક્ષમ અને સંગઠિત બનાવવા માટે હાંકલ કરી હતી. વાલ્મિકી સમાજે એક તાંતણે બંધાઈને સારી રીતે બીજી વખત સમૂહલગ્નોત્સવ યોજ્યા છે. તે બદલ બહુજન વિકાસ સંઘ તથા સમસ્ત વાલ્મિકી સમાજને અભિનંદન પાઠવું છું.'
આ સમૂહલગ્નોત્સવમાં મેયર બિનાબેન કોઠારી, અગ્રણી વિમલભાઈ કગથરા, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન મનિષભાઈ કટારિયા, પૂર્વ ધારાસભ્યો ધર્મેન્દ્રસિંહ જાડેજા, લાલજીભાઈ સોલંકી, કોર્પોરેટર ગીતાબા જાડેજા, જશુબા ઝાલા, શોભનાબેન પઠાણ, આનંદભાઈ રાઠોડ, નિલેશભાઈ કગથરા, મુકેશભાઈ માતંગ, સમસ્ત વાલ્મિકી સમાજના પ્રમુખ તેમજ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial