Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આ અનોખી સ્પર્ધામાં પીવી મોદી સ્કૂલને બેસ્ટ ઈમર્જીંગ સ્કૂલનો પુરસ્કારઃ મોદી સ્કૂલના બે છાત્ર ઝળક્યા
જામનગર તા. ૧૭ઃ સ્પેલ વેલ ઈન્ડિયા દ્વારા ગત્ માર્ચ મહિનાથી રાષ્ટ્રીય સ્પર્ધા માટે શાળાઓ તથા વિદ્યાર્થીઓને જોડવાનું કાર્ય શરૃ કર્યું હતું. ર૦રર-ર૩ શૈક્ષણિક વર્ષ દરમિયાન કુલ ૧પપ જેટલી શાળાઓએ સ્પેલ વેલ ઈન્ડિયા પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરાવ્યું હતું અને શાળામાં ભણતા વિદ્યાર્થીઓને સ્પર્ધાનો લાભ અપાવ્યો હતો.
પ્રથમ રાષ્ટ્રીય સ્પર્ધા માટે પોતાનું કૌશલ ચકાસવા ૬૦૦૦ કરતા વધારે વિદ્યાર્થીઓએ પ્રયત્નો કર્યા હતાં. ઉલ્લેખનિય છે કે, અત્યાર સુધી સ્પેલ વેલ ઈન્ડિયા દ્વારા ૧,પ૦,૦૦૦ કરતા વધારે વિદ્યાર્થીઓ માટેની સ્પર્ધાનું આયોજન થયું છે. આ વર્ષે યોજાયેલ સ્પર્ધામાં વિદ્યાર્થીઓને ટ્રાયલ ટેસ્ટ, એન્ટ્રન્સ ટેસ્ટ, અને ડિસ્ટ્રીક્ટ લેવલ કોમ્પિટીશન એમ ત્રણ એસેસમેન્ટ દ્વારા નેશનલ માટે ચયન કરવામાં આવ્યું હતું. નેશનલ લેવલ પર વિજેતા થનાર વિદ્યાર્થીઓને સર્ટીફિકેટ, એવોર્ડની સાથે સાથે કુલ રૃા. પ૦,૦૦૦ થી વધારેના રોકડ ઈનામો સંસ્થા દ્વારા જાહેર કરવામાં આવ્યા છે.
જામનગરની પી.વી. મોદી શાળાના પ્રિન્સિપાલ મીસીસ દેવાંશી જાડેજા દ્વારા એસડબલ્યુઆઈ સાથે જોડાવાનો અનુભવ ખૂબ જ સારો રહ્યો હોવાનું જણાવ્યું હતું અને આગામી વર્ષોમાં પણ તેઓ શાળાના બાળકો માટે આવી સ્પર્ધાનું આયોજન કરતા રહેશે તેમ જણાવ્યું હતું. ગત્ વર્ષે ર૦રર માર્ચ મહિનામાં સમગ્ર દેશમાં સ્પેલ વેલ ઈન્ડિયાએ એ.આઈ. બેકડ ઓનલાઈન સ્પેલીંગ સ્પર્ધાનો રાજ્યના એજ્યુકેશન મંત્રી જીતુભાઈ વાઘાણીના હસ્તે શુભારંભ કરાવ્યો હતો. યોજાયેલ નેશનલ એવોર્ડ સેરેમની માટે જામનગરના સાંસદ પૂનમબેન માડમે વિદ્યાર્થીઓ, શાળાઓ તથા ઓર્ગેનાઈઝર્સને શુભેચ્છા પાઠવી હતી. એવોર્ડ સેરેમની દરમિયાન સ્પેલ વેલ ઈન્ડિયાની નવી સંસ્કૃત સ્પર્ધાનું લોન્ચ હસમુખભાઈ હીંડોચાના હસ્તે કરવામાં આવ્યું હતું. જેનો ઉદ્દેશ્ય આપણા સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા અને ભાષાના મહત્ત્વને પ્રોત્સાહન આપવાનો છે. આગામી વર્ષમાં સ્પેલ વેલ ઈન્ડિયા સાથે જોડાયેલ દરેક શાળામાં ભણતા વિદ્યાર્થીઓ અંગ્રેજી સ્પેલીંગ્સની સાથે સાથે સંસ્કૃતની સ્પર્ધામાં પણ ભાગ લઈ શકશે.
આ કોમ્પિટીશનમાં જામનગરની પી.વી. મોદી સ્કૂલને બેસ્ટ ઈમર્જીંગ સ્કૂલનો રૃા. ર૦૦૦ નો પુરસ્કાર મળ્યો છે જ્યારે પી.વી. મોદી સ્કૂલના જીયાન મહેતા (વીનર, રૃા. ર૦૦૦) તથા કાવ્યા છત્રાલા (ફર્સ્ટ રનર્સ અપ, રૃા. ૧૦૦૦) ને પુરસ્કાર આપવામાં આવ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial