Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જોડિયામાંથી નિર્લજ્જ વર્તન કરતા બેની અટકાયતઃ
જામનગર તા.૧૭: જામનગરના મેઘપર ગામ પાસેથી અને નગરના પ્રદર્શન મેદાન રોડ પરથી પોલીસે બે શખ્સને છરી સાથે પકડી પાડ્યા છે. જ્યારે જોડિયામાં જાહેરમાં નિર્લજ્જ વર્તન કરતા બે સામે કાયદાકીય કાર્યવાહી કરાઈ છે.
જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર આવેલા મેઘપર ગામ નજીકના એક ધાબા પાસેથી ગઈકાલે સાંજે પસાર થતાં મૂળ બિહારના ઔરંગાબાદ જિલ્લાના વતની અને હાલમાં જોગવડના રામદૂતનગરમાં રહેતા અકરમ હૈદર અંસારી નામના શખ્સને રોકાવી પોલીસે ચેક કરતા તેના કબજામાંથી છરી મળી આવી હતી. પોલીસે તેની સામે જાહેરનામા ભંગનો ગુન્હો નોંધ્યો છે.
જામનગરના પ્રદર્શન મેદાનથી મિગ કોલોની જવાના રસ્તા પર ગઈકાલે સાંજે જઈ રહેલા ગાંધીનગર નજીકના માજોઠીનગરવાળા ફારૃક આદમ જનર નામના શખ્સના કબજામાંથી પણ પોલીસે છરી કબજે કરી છે.
જોડિયાની મુખ્ય બજારમાં ગઈકાલે સાંજે આસીફ જુનસ સના નામનો શખ્સ તેમજ જોડિયાના બસ સ્ટેન્ડ પાસે મનસુર સીદીક ખીચડી નામનો શખ્સ લોકોની સતત અવરજવર હોવા છતાં પોતાના શર્ટના બટન ખૂલ્લા રાખી નિર્લજ્જ વર્તન કરતો અને બૂમ બરાડા પાડતો મળી આવ્યો હતો. પોલીસે બંને સામે જીપી એક્ટની કલમ ૧૧૦, ૧૧૭ હેઠળ કાર્યવાહી કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial