Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ડી.કે. શિવકુમારને મનાવવાના પ્રયાસો વચ્ચે કોંગ્રેસમાં જશ્નનો માહોલઃ સત્તાવાર જાહેરાત બાકી
બેંગ્લુરૃ તા. ૧૭ઃ કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા બનશે, જ્યારે ડી.કે. શિવકુમાર નાયબ મુખ્યમંત્રી બની શકે છે. આ અંગે જાહેરાત થતા જ કોંગ્રેસમાં જશ્નનો માહોલ છે. કાલે બપોરે ૩-૩૦ વાગ્યે શપથવિધિની સાથે કેટલાક મંત્રીઓ પણ શપથ લઈ શકે છે. છેલ્લા અહેવાલો મુજબ ડી.કે. શિવકુમારને મનાવવાના પ્રયાસો થઈ રહ્યા હોવાથી સત્તાવાર જાહેરાત સાંજ સુધીમાં થઈ શકે છે.
કર્ણાટકના મુખ્યમંત્રી પદે અંતે સિદ્ધારમૈર્યા પર કોંગ્રેસના મોવડીમંડળે પસંદગીનો કળશ ઢોળ્યો છે, જ્યારે પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ ઉપરાંત ડી.કે. શિવકુમાર નાયબ મુખ્યમંત્રી બની શકે છે, અને તેને મનાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે, પરંતુ બેંગ્લુરૃમાં આવતીકાલે બપોરે ૩-૩૦ વાગ્યે શપથવિધિ યોજાશે, તેવા અહેવાલો આવી રહ્યા છે.
દિલ્હીથી અહેવાલો આવવાના શરૃ થતા જ સમગ્ર કર્ણાટક કોંગ્રેસમાં ખુશીની લહેર દોડી ગઈ છે અને કાર્યકરોમાં જશ્નનો માહોલ છે. આ અહેવાલો મળતા જ દિલ્હીથી લઈને બેંગ્લુરૃ સુધીના કોંગ્રેસના નેતાઓના પ્રત્યાઘાતો પણ આવવા લાગ્યા છે.
ગઈકાલથી જ આ અંગે ખૂબ જ ખેંચતાણ હોય, તેવી સ્થિતિ જણાઈ રહી હતી અને મોડી રાત સુધી તથા આજે સવારથી જ બેઠકોનો ધમધમાટ ચાલ્યો હતો. આ અંગે સૂત્રોના હવાલાથી મીડિયા દ્વારા અવારનવાર સમાચાર બ્રેક કરવામાં આવ્યા હતાં.
સૂત્રો જણાવે છે કે, આવતીકાલ બપોરે ૩-૩૦ વાગ્યે મુખ્યમંત્રી તરીકે સિદ્ધારમૈયા સાથે કેટલાક મંત્રીઓ પણ શપથ લેશે. આ મુદ્દે રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગે સહિતના સર્વોચ્ચ નેતાઓ સાથે બેઠકો ચાલી રહી હોવાનું પણ જાણવા મળે છે. છેલ્લા અહેવાલો મુજબ મલ્લિકાર્જુન ખડગે અને રણદ્વીપ સરજેવાલા (કર્ણાટકના પ્રભારી) વચ્ચે બેઠક ચાલી રહી છે. બપોરે દોઢેક વાગ્યા સુધી કોઈ સત્તાવર જાહેરાત કોંગ્રેસે કરી નથી, અને ડી.કે. શિવકુમારને મનાવવાના હજુ પ્રયાસો ચાલી રહ્યા હોવાનું જાણવા મળે છે.
સૂત્રોના જણાવ્યા મુજબ શપથ ગ્રહણ સમારોહ ૧૮ મે ના યોજાશે. બેંગ્લુરૃના કાંતિરવા સ્ટેડિયમમાં આ માટેની તૈયારીઓ શરૃ થઈ ગઈ છે. બન્ને નેતાઓ સાથે ૧૦ મંત્રીઓ શપથ લઈ શકે છે. સીએમ પદને લઈને છેલ્લા ચાર દિવસથી બેંગ્લુરૃથી દિલ્હી સુધી અનેક બેઠકો યોજાઈ હતી. સિદ્ધારમૈયા રેસમાં આગળ હતાં. આ પહેલા રવિવારે પણ કોંગ્રેસ ધારાસભ્ય દળની બેઠકમાં તમામ ધારાસભ્યોએ ખડગેને નેતા પસંદ કરવા માટે અધિકૃત કર્યા હતાં. આ પછી કોંગ્રેસ અધ્યક્ષે નિરીક્ષકોને તમામ ધારાસભ્યો સાથે વન ટુ વન વાત કરવાનું કહ્યું હતું. જેમાંથી ૮૦ થી વધુ ધારાસભ્યોએ સિદ્ધારમૈયાની તરફેણમાં મતદાન કર્યું હતું. આજે બપોર પછી આ સમગ્ર પ્રકરણનું ક્લાયમેક્સ આવી જશે અને આવતીકાલ સુધીમાં નવા મંત્રીઓની રચના પણ થઈ જશે, તેવી આશા સેવાઈ રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial