Advertisement
Author: નોબત સમાચાર

મહેશ્વરી મેઘવાર સમાજનો વીસમો સમૂહ લગ્નોત્સવ

૧૧ નવયુગલોએ પ્રભુતામાં પગલા માંડયાઃ

જામનગર તા. ૧૭ઃ જામનગરની મહેશ્વરી મેઘવાર સમુહ લગ્ન સમિતિ દ્વારા ર૦મો સમુહ લગ્નોત્સવ યોજાયો હતો. જેમાં અગિયાર નવયુગલો લગ્નગ્રંથીથી જોડાયા હતા.

આ સમુહલગ્ન પ્રસંગે મેયર બીનાબેન કોઠારી, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, ધારાસભ્ય હેમતભાઈ ખવા, વિરોધ પક્ષના નેતા ધવલભાઈ નંદા, પૂર્વ વિરોધપક્ષના નેતા અલ્તાફભાઈ ખફી, દિગુભા જાડેજા, (શહેર કોંગ્રેસ પ્રમુખ) શ્રીમતી સમજુબેન દિપુભાઈ પારીયા-(વિરોધપક્ષના દંડક), મુકેશભાઈ માતંગ-(કોર્પોરેટર), વિનોદભાઈ  ખીમસુરીયા - (કોર્પોરેટર), શારદાબેન વિંજુડા, મયુરભાઈ ધોરીયા - (કોર્પોરેટર), જેનમબેન ખફી - (કોર્પોરેટર), ભાગવત મેટલ ઈન્ડસ્ટ્રીઝ, કરશનભાઈ બી. માતંગ, ગીરીશભાઈ કે. માતંગ, સંજયભાઈ કે. માતંગ, લાલાભાઈ માલસીભાઈ ગોરડીયા, રામભાઈ ભોજાભાઈ માતંગ, વિજયભાઈ ચાવડા, દેવાભાઈ ડગરા, વશરામભાઈ ડનેચા, દિલીપભાઈ પારીયા, દિનેશભાઈ માતંગ, ડાયાભાઈ ડગરા, નારણભાઈ ડગરા, વસંતભાઈ ધુલીયા, પાલાભાઈ નંજાર, માલસીભાઈ ગોરડીયા, કે.કે. ગડણ, નાથાભાઈ મતીયા, જેઠાભાઈ ડગરા, ભીમજીભાઈ પી. ડગરા, હિતેષભાઈ માતંગ, ડોસાભાઈ ડગરા, દેવશીભાઈ આશાભાઈ ડનેચા, રમેશભાઈ સીરોખા, જયેશભાઈ સુરડીયા (એડવોકેટ), કાનાભાઇ આશાભાઈ નંઝાર વિગેરે દાતાઓ, ધર્મગુરૃઓ, મહાનુભાવોએ નવ દંપતીઓને આશીર્વચન પાઠવ્યા હતાં.

સમુહ લગ્નોત્સવમાં સંગીત સંધ્યામાં કલાકાર નરેશ કનોડીયા (જુનિયર) તેમજ સ્નેહલતા (જુનિયર) એ કાર્યક્રમ રજુ કર્યો હતોે.

સ્વાગત-પ્રવચન માધવભાઈ ડગરા, સંચાલન જયંત વારસાખિયા (એડવોકેટ) અને આભારદર્શન દિપુભાઈ પારીયા-(માજી કોર્પોરેટર) એ કર્યું હતું.

સમિતિના હોદેદારો સુરેશભાઈ કે. માતંગ, દીપુભાઈ પારીયા (માજી કોર્પોે.), જયંત વારસાખિયા (એડવોકેટ), માધવભાઇ ડગરા, કિશનભાઈ નંજાર, વિરજીભાઈ ડી. રોશીયા, લાખાભાઈ એમ. ફફલ, રાજેશભાઈ બી. જાદવ, વિજય કે. નંઝાર, કેશુભાઇ જે. પરમાર, તુષારભાઇ આર. માતંગ, બિપીનભાઈ ધુલીયા તથા જ્ઞાતિજનો, મારાજો, ધર્મગુરૃઓ, ટ્રસ્ટો, યુવક મંડળો, સમાજના પંચો વિગેરેએ જહેમત ઉઠાવી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh