Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ધૂમાડાબંધ જમણઃ મહાઆરતી, સંતવાણી, ભજન-કિર્તન સાથે
જામનગર તા.૧૭ ઃ જામનગર જિલ્લાના જોડિયામાં શ્રી ઉદાસીન સંત કુટીર 'રામવાડી'ની પાવન તપોભૂમિમાં ૧૦૦૮ સદ્ગુરૃદેવ પ.પૂ. શ્રી ભોલેબાબાજીની આજ્ઞાનુસાર રામવાડીના બ્રહ્મલીન મહંત શ્રી ભોલેદાસજી બાપુએ અહીં બાબજીની પાવન ઉપસ્થિતિમાં શ્રી જયોતિ સ્વરૃપ બાલા હનુમાનજી મહારાજદાદાની પ્રાણ પ્રતિષ્ઠા વડેરા પરિવાર દ્વારા કરાવાયેલ. ત્યાર પછી સદ્ગુરૃદેવ શ્રી ભોલે બાબાજી અવારનવાર જોડિયા રામવાડીમાં આવતા તેમની આજ્ઞા અનુસાર શ્રી હનુમાનજી દાદાની પ્રતિષ્ઠા પછી પૂ. બાબજીએ અહીં રામાયણજી ની ચોપાઈનું પઠનં કર્યું હતું.
જોડિયા સમસ્ત ગામ દ્વારા પ્રતિ વર્ષની માફક આ વર્ષે પણ સદગુરૃ દેવ ૧૦૦૮ સદ્ગુરૃ પ.પૂ. શ્રી ભોલેબાબાજીની ૩૭મી પુણ્યતિથિની તા.૪-૬-૨૩ના ઉજવણી કરવામાં આવનાર છે. તા.૪-૬ અને રવિવારે સાંજે ૪થી ૭ઃ૧૫ સુધી સુંદર કાંડના પાઠ, હનુમાન ચાલીસા, ધૂન, ૮૦ સંકિર્તનનો કાર્યક્રમ જયોતિ સ્વરૃપ બાલા હનુમાનજી રવિ સન્મુખ રાખવામાં આવ્યો છે. જેમાં અલ્કેશભાઈ સોની તથા ભોલેબાબા ગ્રુપ અને ગીતા વિદ્યાલયના સાધકો સંગીતમય શૈલીમાં સુંદર કાંડના પાઠનું ગાન કરશે.
ઉ૫રાંત ૯ઃ૩૦ કલાકથી સંતવાણી, ભજનનો કાર્યક્રમ યોજાયો છે જેમાં ગોપાલ સાધુ અને તેની ટીમ સંતવાણીની રંગત જમાવશે.
સાંજે દીપમાળા સમયે ઢોલ-નગારા અને ઝાલરો શ્રી જયોતિ સ્વરૃપ બાલા હનુમાનજી મહારાજદાદાની આરતી કરવામાં આવશે.
તા.પ-૬ના સવારે વિશેષ પૂજન થશે પછી બપોરે મહાઆરતી અને દિવ્ય ભવ્ય ભંડારો (મહાપ્રસાદ) યોજાશે. જેમાં સાધુ-સંતો, મહંતો જોડાશે.
ઉપરાંત તા.૫ના સાંજે પાંચ વાગ્યે ધુમાડાબંધ ગામ જમણ થશે. આ સમગ્ર કાર્યક્રમમાં જોડાવવા સેવક શનિભાઈ વડેરાએ જાહેર નિમંત્રણ પાઠવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial