Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૧૭ઃ જામનગરના આશાદીપ વિક્લાંગ કલ્યાણકારી ટ્રસ્ટ દ્વારા અને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ-જામનગરના સહકારથી દિવ્યાંગ સ્વાભિમાન સમર્પણ ચિંતન શિબિર યોજવામાં આવી હતી. દિવ્યાંગ સમુદાયને સમાજની મુખ્ય ધારામાં સમાવેશ કરાવવાના અભિગમને આગળ ધપાવવા અને તેઓના હક્કો, હિતોના રક્ષણના વિવિધ ધારાઓ, નિયમો, જોગવાઈ તથા દિવ્યાંગ કલ્યાણલક્ષી વિવિધ યોજનાઓથી માહિતગાર કરવા સંદર્ભે આ શિબિર યોજવામાં આવી હતી.
જામનગર જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના પેરાલીગલ વોલ્યુન્ટર અને લાઈફ મિશન ચેરીટેબલ ટ્રસ્ટ જામનગરના પ્રમુખ દિનેશભાઈ ચુડાસમાના અધ્યક્ષસ્થાને યોજાયેલ આ શિબિરમાં મુખ્ય મહેમાન તરીકે ચેલા ગ્રામ પંચાયતના ઉપસરપંચ અને દિવ્યાંગ કાર્યકર કિરણસિંહ સોલંકી, નિવૃત્ત નાયબ મામલતદાર અને દિવ્યાંગ વિજયભાઈ વોરા, અતિથિવિશેષ પદે જામનગર શહેર ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ ઉમરભાઈ બ્લોચ, એડવોકેટ સલીમભાઈ બ્લોચ, એડવોકેટ અશરફભાઈ ગોરી, મનોદિવ્યાંગ વાલી જલ્પાબેન મચ્છર સહિતના દિવ્યાંગ ભાઈઓ-બહેના-વાલીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
આ નિઃશુલ્ક શિબિરમાં પ્રમુખ સ્થાનેથી દિનેશભાઈ ચુડાસમા દ્વારા જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ, તેમજ સરકારશ્રીની વિવિધ યોજનાઓની સમજ આપી દિવ્યાંગ સમુદાયને સમાજની મુખ્ય ધારામાં આગળ લાવવા અનુરોધ કરવામાં આવ્યો હતો. જિલા પુરવઠા અધિકારી-જામનગરના સાથ-સહકાર-લાગણી સાથે ખાસ એનએફએસએ કે અંત્યોદય યોજના તળે પાત્રતા ધરાવતા અને શિબિરમાં ઉપસ્થિત ૧ર દિવ્યાંગ લાભાર્થીઓના ફોર્મ ભરવામાં આવેલ. જામનગરમાં દિવ્યાંગ મહિલાઓને પાંચ દિવસની નિઃશુલ્ક દૈનિક રૃા. રપ૦ ના સ્ટાઈપેન્ડની યોજનાથી લાભાન્વીત કરાવવા ૧૪ દિવ્યાંગ બહેનોએ બાગયત વિભાગના આઈ ખેડૂત પોર્ટલ પર નોંધણી કરાવવા આધાર કાર્ડ, રેશન કાર્ડ, બેંક પાસબુક, વિક્લાંગ બસ પાસની ઝેરોક્ષ નકલો રજૂ કરવામાં આવી હતી. અમદાવાદમાં પેરા આર્મ વેસ્ટલીંગ સ્પોર્ટસ એસો.-ગુજરાત આયોજીન ટુજી પેરા ગુજરાત સ્ટેટ આર્મ વેસ્ટલીંગ, ચેમ્પિયન શીપમાં ભાગ લેનારા જામનગરના ખેલાડીઓને શુભેચ્છા પાઠવવામાં આવી હતી. આ ઉપરાંત આશાદીપ વિક્લાંગ કલ્યાણકારી ટ્રસ્ટને ટ્રસ્ટની કામગીરી માટે વિનામૂલ્યે મકાનની વ્યવસ્થા કરનાર ઓ.પી. માહેશ્વરીના પરિવારનું તથા સહયોગી બનનારનું મોં મીઠું કરાવવામાં આવ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial