Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અન્ય બે પીએસઆઈ બન્યા પીઆઈઃ
જામનગર તા.૧૦ : જામનગરના પોલીસતંત્રમાં ફરજ બજાવતા સાત પીઆઈની આંતરિક બદલી કરવામાં આવી છે. લીવ રિઝર્વમાંથી બે પીઆઈને પોલીસ મથકનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. જ્યારે રાજ્યમાં ૪૯ પીએસઆઈને પીઆઈ તરીકે બઢતી આપવામાં આવી તેમાં જામનગર અને દ્વારકા જિલ્લાના બે પીએસઆઈ પણ પીઆઈ બન્યા છે.
જામનગરના પોલીસ તંત્રમાં ફરજ બજાવતા બિન હથિયારધારી પોલીસ ઈન્સ્પેકટરમાંથી સાત પોલીસ ઈન્સ્પેકટરને ગઈકાલે બદલીનો હુકમ જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુએ કર્યાે છે.
જામનગરના સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીઆઈ જે.જે. ચાવડાને સિક્કા પોલીસ સ્ટેશનમાં મુકવામાં આવ્યા છે, કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકના પીઆઈ એન.બી. ડાભીને સિટી સી ડિવિઝનમાંં મુકાયા છે. હાલમાં લીવ રિઝર્વમાં રહેલા પીઆઈ વી.એસ. પટેલને શેઠવડાળા પોલીસ સ્ટેશનનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.
તે ઉપરાંત એન્ટી હ્યુમન ટ્રાફિકીંગમાં ફરજ બજાવતા પીઆઈ વાય.જે. વાઘેલાને એલઆઈબીમાં અને લીવ રિઝર્વમાંથી પીઆઈ એ.એ. ખોખરને એન્ટી હ્યુમન ટ્રાફિકીંગમાં નિયુક્તિ આપવામાં આવી છે. શેઠવડાળા પોલીસ સ્ટેશનના પીઆઈ પી.જી. પનારાને કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં બદલી અપાઈ છે.
તાજેતરમાં રાજ્યના ૪૯ પીએસઆઈને પીઆઈ તરીકે બઢતી આપવામાં આવી છે. તેમાં જામનગરના પીએસઆઈ એ.કે. પટેલ તથા દ્વારકા જિલ્લાના ડી.એન. વાંઝાને પણ બઢતી મળી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial