Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દસ્તાવેજો કરવા છતાં પ્રોપર્ટી કાર્ડમાં નામ ચડતા નથી...!
ખંભાળીયા તા. ૧૦: ખંભાળીયા પાલિકા દ્વારા જોધપુર ગેઈટ પાસે વર્ષોથી બનેલા શોપીંગ સેન્ટરની જાહેર હરાજી કરીને નવેક કરોડની આવક થઈ હતી, જે દુકાનો ૮૦ લાખ ઉપરાંતની કિંમતની રેકોર્ડબ્રેક ભાવથી વેંચાઈ હતી. આ દુકાનોના દસ્તાવેજ કરવા માટે પ્રાદેશીક ન.પા. નિયામકશ્રી મહેશ જાની દ્વારા મંજૂરી અપાયા પછી પાલિકાની મિલકતમાં રેવન્યુ ડી. પાંચનો મિલકત પ્રકાર હોય, દસ્તાવેજ થયા પછી પણ પ્રોપર્ટી કાર્ડમાં નામ ચડાવવા તકલીફ થાય તેવું હોય, આ બાબતે ખંભાળીયાના ધારાસભ્ય તથા રાજયમંત્રી મૂળુભાઈ બેરા દ્વારા પાલિકા તંત્ર તથા પ્રાદેશિક ન.પા. નિયામકને સૂચના આપતા પાલિકા તંત્ર દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ખંભાળીયા શહેરમાં રેવન્યુ પ્રેકટીશ્નરના વિદ્વાન ગણાતા એડવોકેટ દ્વારા જણાવાયું હતું કે, પાલિકાના પ્રોપર્ટીકાર્ડમાં મિલકતનો પ્રકાર રેવન્યુ ડી. પાંચ છે. જે પાલિકાના નકારાત્મક ઉપયોગમાં લઈ શકાય. મિલકત ભાડે આપી શકાય. વેંચાણ માટે મિલકતનો પ્રકાર રેન્યુઅલ અ કે બ નો હોવો જોઈએ. આ મિલકત પ્રકારમાં જો પાલિકા દસ્તાવેજ કાં તો લેનાર દ્વારા પ્રોપર્ટીકાર્ડમાં એન્ટ્રી માટે પ્રાંત અધિકારીમાં અપીલ કરે તે પછી જ પડે, નહીં તો ના પડે જેથી ટાઈટલ ક્લીયરમાં નડતર છે.
જો કે, પાલિકાને રાજય સરકાર દ્વારા આ મિલકતો વેંચવા માટે હુકમ કરાયો છે. મંજૂરી પણ અપાય છે, પણ પાલિકા તંત્ર આ માટે રેન્યુઅલ ચેંજ કરવા સબરજિસ્ટર કચેરી તથા પ્રાંતના હુકમ પછી દસ્તાવેજ કરે તો પણ પાલિકાના દસ્તાવેજમાં લેનારના નામની એન્ટ્રી મિલકત કાર્ડમાં પડે તેવું હોય. આ બાબતે પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પાલિકા ચીફ ઓફિસર ચેતનભાઈ ડુડીયા દ્વારા મિલકત લેનાર આસામીઓને પાલિકા દસ્તાવેજ કરીને નામ ચડે તેવી પ્રક્રિયા કરી આપવા ખાતરી અપાઈ હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial