Advertisement
Author: નોબત સમાચાર

રાજકોટમાં ૧૩૩ વર્ષનું સૌથી વધુ ૪૫.૨ ડિગ્રી તાપમાન નોંધાયુઃ રાજ્યના ૧૦ શહેરોમાં ૪૩ ડિગ્રી

જામનગરમાં મહત્તમ તાપમાન ૩૯.૫%, ભેજનુ પ્રમાણ ૭૦%:

અમદાવાદ તા. ૧૦: ગુજરાતમાં ઘણાં શહેરો ભઠ્ઠીમાં ફેરવાયા છે. ગઈકાલે રાજકોટમાં ૧૩૩ વર્ષનું સૌથી વધુ ૪૫.૨ ડિગ્રી રેકોર્ડબ્રેક તાપમાન નોંધાયું હતું. જયારે રાજયના ૧૦ થી વધુ શહેરોમાં ૪૩ ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયુ હતું. આઠ શહેરોમાં હિટવેવ પછી કેટલાક શહેરોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. જામનગરમાં પણ ગઈકાલે ૩૯.૫ ડિગ્રી તાપમાન નોંધાયુ હતું.

ગઈકાલે રાજકોટમાં સીઝનનું રેકોર્ડબ્રેક સૌથી વધુ ૪૫.૨ ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયુ હતુ અને આ સાથે રાજકોટ રાજ્યનું સૌથી વધુ ગરમ શહેર રહૃાુ હતુ. રાજકોટમાં ૧૩૩ વર્ષમાં એપ્રિલનો સૌથી ગરમ દિવસ રહૃાો હતો. ઉનાળામાં ગરમીના વધતા તાપમાનને લઈને રાજકોટ ડીઈઓએ પરિપત્ર જાહેર કરીને શહેર અને જિલ્લાની તમામ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિકની સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓનો સમય સવારે ૭થી ૧૧નો કરવા સૂચનો આપ્યા છે.

આ વર્ષે ઉનાળાની શરૂૂઆત સાથે જ રાજકોટ સૌથી વઘુ તાપમાનની નોંધણીમાં ટોપ પર રહૃાુ છે. એકતરફ દેશના કેટલાક ભાગમાં વરસાદ વરસ્યો છે ત્યારે ગુજરાતમાં આભમાંથી જળને બદલે આગ વરસવાનું જોર વઘ્યું છે. આજે મૌસમ વિભાગ અનુસાર ઈ.સ.૧૮૯૨ થી એપ્રિલ માસના મહત્તમ તાપમાનની થતી નોંધ મૂજબ રાજકોટમાં આજે ૧૩૩ વર્ષનું સૌથી વઘુ ૪૫.૨ સે. વિક્રમજનક તાપમાન નોંધાયું છે. ગઈકાલ સુધી રાજકોટમાં એપ્રિલ માસનું ૧૩૩ વર્ષનું સૌથી વઘુ તાપમાન તા.૧૪-૦૪-૨૦૧૭ના નોંધાયું હતું જે રેકોર્ડ આજે તૂટ્યો છે.

રાજ્યના આજે સર્વાધિક તાપમાન કંડલામાં ૪૫.૬ નોંધાયું છે. જ્યારે અમદાવાદમાં મહત્તમ તાપમાન ૪૩ ડિગ્રીથી વઘુ નોંધાયુ હતું. અમદાવાદ, અમરેલી, વડોદરા, ચાણસ્મા, ડીસા, દીયોદર, ગાંધીનગર, રાજકોટ, હિંમતનગર ,ભુજ અને પોરબંદર સહિતના ૧૦ થી વઘુ શહેરોમાં ગરમીનો પારો ૪૩ કે તેથી વધુ ડિગ્રી પર રહૃાો હતો. જ્યારે રાજકોટ બાદ સૌથી વધુ ૪૪ ડિગ્રી જેટલુ તાપમાન હિંમતનગર, ડિસા અને અમરેલીમાં નોંધાયુ હતું.

આજના દિવસે અમદાવાદ, સુરત, રાજકોટ, પોરબંદર, ભાવનગર, ભુજ, ડીસા અને ગાંધીનગર સહિતના ૮ જેટલા શહેરોમાં હિટવેવ રહી. દિવસ દરમિયાન અને ખાસ કરીને બપોરના સમયે ગરમ પવન સાથે શહેરીજનો લૂથી હેરાન થઈ ગયા હતા. અમદાવાદની વાત કરીએ તો સીઝનનું સૌથી વઘુ મહત્તમ તાપમાન ૪૩.૨ ડિગ્રી આજે નોંધાયુ હતુ. જ્યારે આજે બપોરે ૧૨ વાગ્યાથી જ તાપમાન ૪૦ ડિગ્રી પર પહોંચી ગયુ હતુ અને બપોરના સમયે બેથી ત્રણ કલાક રસ્તાઓ પર વાહનોની અવર જવર પણ ઘટી હતી.  અને ઘણી સડકો સુમસામ જોવા મળી હતી.

અમદાવાદ અને સુરતમાં આજે યલો તેમજ રાજકોટમાં ઓરેન્જ તથા પોરંબદરમાં ઓરેન્જ અને ભાવનગર તથા ભુજમાં ઓરેન્જ એલર્ટ રહૃાુ હતું. ગુજરાતમાં એપ્રિલની શરૂૂઆતથી ગરમીએ જોર પકડ્યુ છે ત્યારે છેલ્લા બે દિવસથી મહત્તમ તાપમાન એકથી બે ડિગ્રી વઘ્યુ છે અને ગરમી સાથે ગરમ પવનો-લૂ એટલે કે હિટવેવનું પ્રમાણ પણ વઘ્યુ છે. જો કે આવતીકાલે મહત્તમ તપામાન એકથી બે ડિગ્રી ઘટવા સાથે ૧૦ એપ્રિલે હીટવેવ અને ગરમીનું પ્રમાણ થોડું ઘટવાની હવામાન વિભાગની આગાહી છે.

અમદાવાદમાં આજે ૪૨ ડિગ્રી, રાજકોટમાં ૪૪, સુરતમાં ૩૯, ભુજમાં ૪૩, ભાવનગરમાં ૪૦, પોરબંદરમાં ૩૯, વડોદરામાં ૪૧ અને ગાંધીનગરમાં ૪૨ ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા છે. જો કે રાજકોટ અને ભુજમાં આવતીકાલે પણ હિટવેવની આગાહી છે.

ગઈકાલે જામનગરનું મહત્તમ તાપમાન ૩૯.૫ ટકા રહ્યુ હતુ ત્યારે ભેજનું પ્રમાણ ૭૦ ટકા રહ્યું હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh