Advertisement
Author: નોબત સમાચાર

દેશની ચાર સરકારી બેન્કોએ કાર અને હોમલોનના વ્યાજદર ઘટાડયા

રિઝર્વ બેન્કે રેપોરેટ ઘટાડતા

મુંબઈ તા. ૧૦: રેપોરેટ ઘટતાં ૪ સરકારી બેન્કોએ લોનધારકોને મોટી રાહત આપીને હોમ અને કાર લોનના વ્યાજદર ઘટાડયાં છે.

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ ગઈકાલે ૯ એપ્રિલના રોજ રેપો રેટમાં ૦.૨૫ ટકાનો ઘટાડો કર્યો છે. આ નવા ઘટાડા બાદ રેપો રેટ હવે ૬.૨૫ ટકાથી ઘટી ૬.૦૦ ટકા થયો છે. આરબીઆઈ દ્વારા રેપો રેટ ઘટ્યા બાદ દેશની ચાર સરકારી બેન્કોએ લોનના વ્યાજદરોમાં ૦.૩૫ ટકાનો ઘટાડો કર્યો છે.

પંજાબ નેશનલ બેન્ક અને ઈન્ડિયન બેન્કે ગઈકાલે મોડી સાંજે વ્યાજના દરોમાં ઘટાડાની જાહેરાત કરી હતી. બેન્ક ઓફ ઈન્ડિયા અને યુકો બેન્કે પણ લોનના ઈએમઆઈનો બોજો હળવો કરતાં વ્યાજના દરો ઘટાડવાની જાહેરાત કરી હતી.

સરકારી બેન્કોના વ્યાજદરનો ઘટાડાનો લાભ વર્તમાન અને નવા ગ્રાહકોને મળશે. અન્ય બેન્કો પણ ટૂંકસમયમાં વ્યાજના દરો ઘટાડવાનું શરૂ કરશે. ઈન્ડિયન બેન્કે રેપો આધારિત લોન રેટ (આરબીએલઆર) ૯.૦૫ ટકા (૩૫ બેઝિસ પોઈન્ટ) ઘટાડી ૮.૭૦ ટકા કર્યો છે. જેનો અમલ ૧૧ એપ્રિલથી લાગુ થશે. જ્યારે પીએનબી અને બેન્ક ઓફ ઈન્ડિયાના નવા વ્યાજદર આજે ગુરૂવાર ૧૦ એપ્રિલથી લાગુ થશે. સરકારી બેન્કોએ ગઈકાલે સ્ટોક એક્સચેન્જીસ પર આ અંગે માહિતી આપી હતી.

પંજાબ નેશનલ બેન્કે ગુરૂવારે રેપો આધારિત લોન રેટ ૯.૧૦ ટકાથી ૦.૨૫ ટકા ઘટાડી ૮.૮૫ ટકા કર્યો છે. બેન્ક ઓફ ઈન્ડિયાએ પણ આરબીએલઆરમાં ૦.૨૫ ટકાનો ઘટાડો કરતાં નવો વ્યાજદર ૮.૮૫ ટકા થયો છે. જે પહેલાં ૯.૧૦ ટકા હતો.

ઉલ્લેખનીય છે, આરબીઆઈ દ્વારા રેપો રેટ ઘટાડવામાં આવતાં લોનધારકોને ફાયદો થશે, જો કે, બીજી તરફ એફડીમાં રોકાણ કરતાં નવા ગ્રાહકોને તેનાથી નુકસાન થશે. રેપો રેટના આધારે બેન્કો બેન્ક એફડી પર મળતાં વ્યાજમાં ઘટાડો કરી શકે છે. જો કે, ડિપોઝિટના ઘટતા પ્રમાણને ધ્યાનમાં લેતાં બેન્કો એફડી પર વ્યાજદર ઘટાડે છે કે નહીં, તે જોવાનું રહેશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh