Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મસમાજ આયોજીત
જામનગર તા. ૧૦: છોટી કાશીમાં સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજના નેજા હેઠળ ભગવાન પરશુરામ જયંતીની પ્રતિવર્ષ ઉજવણી થાય છે, અને શોભાયાત્રા સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન થાય છે, ત્યારે આ વખતની શોભાયાત્રા દરમિયાન નારી શક્તિના દર્શન થાય તે પ્રકારેનું આયોજન કરવામાં આવ્યું છે, અને શોભાયાત્રા ના કન્વીનરનું પદ જિલ્લાના મહિલા બ્રહ્મ અગ્રણી મનીષાબેન સુંબડ ને સોંપાયું છે. તેઓની સાથે સહ કન્વીનર પદે પણ અન્ય મહિલા બ્રહ્મ અગ્રણીઓની નિમણૂક કરવામાં આવી છે.
જામનગર શહેરમાં તાજેતરમાં બ્રાહ્મણોના આરાધ્ય દેવતા શ્રી પરશુરામ ભગવાનના જન્મોત્સવ અંતર્ગત મિટિંગનું આયોજન કરવામાં આવ્યુ હતુ.
આ મહત્ત્વની બેઠકમાં સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મસમાજના ટ્રસ્ટી નરેન્દ્રભાઈ ત્રિવેદી તેમજ શહેર અધ્યક્ષ આશિષભાઈ જોશી અને સર્વે હોદ્દેદારો અને કારોબારી સભ્યો દ્વારા સર્વાનુમતે સ્ત્રી સશક્તિકરણને પ્રાધાન્ય આપીને સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મસમાજના ઇતિહાસમાં સૌ પ્રથમ વખત જિલ્લા મહિલા અધ્યક્ષ મનિષાબેન સુંબડની પરશુરામ ભગવાનની શોભાયાત્રા (૨૦૨૫)ના કન્વીનર તરીકે નિમણૂક કરવામાં આવી છે.
ઉપરાંત સહ કન્વીનર તરીકે જાગૃતિબેન ત્રિવેદી, મીનાબેન જ્યોતિષ તેમજ વૈશાલીબેન જોશીની નિમણૂક કરવામાં આવી છે. જે તમામ બહેનો દ્વારા જ સમગ્ર પરશુરામ શોભાયાત્રાનું સંચાલન તેમજ વ્યવસ્થા ગોઠવવામાં આવશે, અને તેઓની રાહબરી હેઠળ તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial