Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વિરોધની આશંકા હોવાથી પોલીસ બંદોબસ્ત મંગાયો
જામનગર તા. ૧૦: જામનગર તાલુકાના નંદપુર ગામ નજીકના ઉંડ-૧ ડેમમાંથી આવતીકાલ તા. ૧૧ના પાણી છોડવામાં આવનાર છે. આમ હેઠવાસના ૧૫ ગામને સાવચેત રહેવા સુચનાં આપવામાં આવી છે. બીજી તરફ વિરોધ પ્રદર્શનની દહેશત વચ્ચે પોલીસ બંદોબસ્તની પણ વ્યવસ્થા કરવામાં આવનાર છે.
જામનગરના ઉંડ-૧ ડેમમાંથી આવતીકાલે તા. ૧૧ના સવારે સાત વાગ્યે દરવાજા ખોલવામાં આવનાર છે. હેઠવાસના ચેકડેમો ભરવા માટે આ ડેમના દરવાજા ખોલવામાં આવશે.
આથી ડેમની હેઠવાસમાં આવતા તમાચણ, રોઝીયા, રવાણી ખીજડીયા, ખંભાલીડા, ધ્રાંગડા, સણોસરા, વિરાણી ખીજડીયા, જાળીયા દેવાણી, માનસર, હમાપર, સોયલ, નથુ વડલા, માધાપર, વાંકિયા, અને લખતર ગામના લોકોને સાવચેત રહેવા ચેતવણી આપવામાં આવી છે. ખાસ કરીને નદીના પટમાં અવર-જવર નહી કરવા, માલ-મિલ્કત તથા ઢોર ઢાંખરને નદીના પટમાં નહીં જવા દેવા સૂચના આપવામાં આવી છે.
જામનગર સિંચાઈ વિભાગના કાર્યપાલક ઈજનેરએ જિલ્લા પોલીસવડાને પત્ર પાઠવી પાણી છોડતા સમયે ચુસ્ત પોલીસ બંદોબસ્ત દાખવવાની પણ માંગણી કરી છે. ઉંડ-૧ સિંચાઈ યોજનાના સાત ગામ ડુબમાં ગયેલ છે. અને તેમાંથી ૧૭ નવા ગામો બન્યા હતાં. અસરગ્રસ્ત બનેલા ગામની રજુઆત હતી કે તેઓનો પાણી ઉપર પ્રથમ હકક થાય છે. તેવી માંગણી, રજૂઆતો ભૂતકાળમાં થવા પામી હતી. ઉપરાંત નદીમાં પાણી છોડવા સામે વિરોધ પણ થયો હતો. પથ્થરમારો પણ કરાયો હતો. તે અંગે જે- તે સમયે પોલીસ ફરિયાદ પણ નોંધાવાઈ હતી. આથી પાણી છોડતા સમયે અસરગ્રસ્ત ગામો દ્વારા ઉગ્ર વિરોધ થવાની શકયતા છે. જેને ધ્યાનમાં રાખીને પોલીસ બંદોબસ્ત ફાળવવા માંગણી કરી છે.

જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial