Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બાઈક પાર્ક કરવાના પ્રશ્ને વેપારીઓ પર થયો હલ્લોઃ
જામનગર તા.૧૦ : જામનગરના ઠેબા બાયપાસ પાસે મંગળવારની રાત્રે એક યુવાન પર ત્રણ શખ્સે દુકાન પાસે ઉભવાની ના કેમ પાડે છે તેમ કહી હુમલો કરી માર માર્યાે હતો. જ્યારે દુકાન પાસે બાઈક રાખવાની ના પાડનાર ધ્રોલના વેપારી પિતા, પુત્ર પર બે શખ્સ તૂટી પડ્યા હતા અને નગરમાં પિતા પર પુત્ર સહિત બેએ પાણી લેવા આવવું નહીં તેમ કહી હલ્લો કર્યાે હતો.
જામનગર નજીકના ઠેબા ગામમાં સરદાર ચોકમાં રહેતા પ્રશાંત જયંતિલાલ જાદવ મંગળવારે રાત્રે ઠેબા બાયપાસ નજીક સિનેમા પાસે નાસ્તાની રેંકડીએ ઉભા હતા ત્યારે ત્યાં ધસી આવેલા વિશાલ બાબુભાઈ ધ્રાંગીયા, લાલો તથા ચિરાગ બાબુભાઈ ધ્રાંંગીયાએ તારી દુકાન પાસે ઉભવાની ના કેમ પાડે છે. તેમ કહી ધોકો ફટકાર્યાે હતો અને ઢીકાપાટુથી માર માર્યાે હતો. આ શખ્સોએ મારી નાખવાની ધમકી પણ આપતા સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં તેની ફરિયાદ કરાઈ છે.
જામનગરના સરૂ સેક્શન રોડ પર એમ.પી. શાહ ઉદ્યોગ નગર પાસે કુકડા કેન્દ્ર નજીક રહેતા કિશોરભાઈ રૂડાભાઈ ચૌધરી નામના પ્રૌઢનો પુત્ર કિશન ઘરમાં અવારનવાર ઝઘડો કરતો હોય કિશોરભાઈ તથા તેમના પત્ની બાજુમાં જ બીજા મકાનમાં રહેવા ચાલ્યા ગયા હતા. તે પછી ગઈકાલે સવારે કિશોરભાઈએ જૂના ઘરે ગાય દોહવા માટે ગયા ત્યારે પાણી લેવા માટે અંદર જતાં કિશન તથા કોમલ ચૌધરીએ અહીં કેમ આવ્યા છો? તેમ કહી ગાળો ભાંડી હુમલો કર્યાે હતો. કિશને પોતાના પિતા પર ફ્રીઝના હેન્ડલથી ઈજા પહોંચાડી હતી અને ધમકી આપી હતી. પિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
ધ્રોલમાં લંઘા શેરી પાસે દુકાન ચલાવતા હાજી ઈમ્તિયાઝ હારૂન ડોસાણીએ ગઈકાલે બપોરે પોતાની દુકાન પાસે બુલેટ મોટરસાયકલ રાખતા જાયવા ગામના અખ્તર હારૂન અને સાહીલ સલીમને ત્યાં બાઈક ન રાખવાનું કહેતા આ શખ્સોએ હાજી તથા તેમના પુત્ર સીફતેન સાથે બોલાચાલી કરી ગાળો ભાંડ્યા પછી હુમલો કર્યાે હતો. જેમાં હાજીના પુત્રને માથામાં ઈજા થઈ છે. તેઓએ ધ્રોલ પોલીસ સ્ટેશનમાં બંને શખ્સ સામે રાવ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial