Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તા. ૧૬ એપ્રિલથી ૩૧ મે સુધીમાં
જામનગર તા. ૧૦: આગામી તારીખ ૧૬ એપ્રિલથી ૩૧ મે સુધી જામનગર મહાનગર પાલિકા દ્વારા એડવાન્સ વેરો ભરપાઈ કરનારને રિબેટ યોજનાનો લાભ અપાશે.
જામનગર મહાનગર પાલિકામાં ચાલુ નાણાકીય ૨૦૨૫-૨૬ ના વર્ષમાં એડવાન્સ મિલકત વેરા, વોટર ચાર્જ, સોલીડ વેસ્ટ કલેકશન ચાર્જ, ફાયર ચાજીર્સ, એન્વાયરમેન્ટ ઈમ્પ્રુવમેન્ટ/ ગ્રીનરી ચાર્જ, સ્ટ્રીટ લાઈટ યુસેઝ ચાર્જની રકમ ભરપાઈ કરનાર આસામી ને એડવાન્સ વેરો ભરપાઈ કરવા ઉપર વળતર આપવામાં આવશે. આ યોજના તા. ૧૬/૪/૨૫ થી તા. ૩૧/૫/૨૫ સુધી અમલમાં રહેશે
જામનગર મહાનગર પાલિકા દ્વારા અગાઉના વર્ષની જેમ જ જે તે કેટગરી વાઈઝ વર્ષ ૨૦૨૫-૨૬ અંતર્ગત જાહેર થયેલ રીબેટ યોજના અંતર્ગત એડવાન્સ મિલ્કત વેરા, જનરલ ટેકસ (સામાન્ય કર) + કન્ઝર્વસી એન્ડ સુઅરેજ ટેક્સ (સફાઈ કર), વોટર ચાર્જ, સોલીડ વેસ્ટ કલેકશન ચાર્જ, ફાયર ચાર્જ, એન્વાયરમેન્ટ ઈમ્પ્રુવમેન્ટ / ગ્રીનરી ચાર્જ તથા સ્ટ્રીટ લાઈટ યુઝર્સ ચાર્જની રકમ એડવાન્સમાં ભરનાર દરેક કરદાતાઓને નિયત થયેલ કેટેગરી અનુસાર ૧૦ ટકાથી ૨૫ ટકા સુધીનું રીબેટ તા. ૧૬/૦૪/૨૫ થી તા. ૩૧/૦૫/૨૫ દરમ્યાન મળવાપાત્ર છે.
જેમાં સામાન્ય કરદાતાઓ (એડવાન્સ ટેકસમાં ૧૦ ટકા રીબેટ), સિનિયર સિટીઝનને (એડવાન્સ ટેકસ ૧૦ ટકા + સિનિયર સિટીઝન ૫ ટકા એટલેકે ૧૫ ટકા રીબેટ) (તા. ૩૧/૦૩/૨૦૨૫ નાં રોજ સિનિયર સિટીઝનો દરજજો ધરાવતાં હોય તેવા નાગરિકો માટે), શારીરિક ખોડખાપણધરાવતી વ્યક્તિઓને (એડવાન્સ ટેકસ ૧૦ ટકા + વધારાનું ૫ ટકા મળીને કુલ ૧૫ ટકા રીબેટ) બી.પી.એલ. કાર્ડ ધારક વિધવાઓ (એડવાન્સ ટેકસ ૧૦ ટકા + વધારાનું પ ટકા મળી કુલ ૧૫ ટકા રીબેટ),
કન્યા છાત્રાલયને કરવેરામાં રાહત (એડવાન્સ ટેકસ ૧૦ ટકા + વધારાનું ૧૫ ટકા એટલેકે કુલ ૨૫ ટકા રીબેટ), માજી સૈનિકો ને કરવેરામાં રાહત (એડવાન્સ ટેકસ ૧૦ ટકા + વધારાનું ૧૫ ટકા મળી કુલ ૨૫ ટકા રીબેટ).,
સ્વાતંત્ર્ય સેનાનીઓ અને શહિદોની વિધવાઓને કરવેરામાં રાહત (એડવાન્સ ટેક્સ ૧૦ ટકા + વધારાનું ૧૫ ટકા મળી કુલ ૨૫ ટકા રીબેટ), અનાથાશ્રમ, વૃદ્ધાશ્રમ, અપંગ આશ્રમ, અને અંધાશ્રમને કરવેરામાં રીબેટ (એડવાન્સ ટેકસ ૧૦ ટકા + વધારાનું ૧૫ ટકા મળી કુલ ૨૫ ટકા રીબેટ), તથા સતત ત્રણ વર્ષ સુધી એડવાન્સ ટેકસ ભરનારને ૨ ટકા વધુ રીબેટ અને ઓનલાઈન ટેકસ ભરનારને ૨ ટકા ડીસ્કાઉન્ટ (વધુ માં વધુ રૂ.૨૫૦/-) તેમજ ગ્રીન એનર્જીમાં પ્રોત્સાહન સ્વરૂપે સને ૨૦૨૫-૨૬ના વર્ષ અગાઉ રહેણાંક મિલકતોમાં તથા બિન રહેણાંક મિલકતોમાં સોલાર અને સોલાર રૂફટોપ એનર્જી સિસ્ટમ વ્યકિતગત ધોરણે ઈનસ્ટોલ કરવામાં આવેલ હોય, તેઓને એક વખત હાઉસ ટેકસના ધોરણે ૫ ટકા ટેક્સમાં રીબેટ આપવામાં આવશે.
આ અંગેની વધુ જાણકારી માટે મિલ્કત વેરા શાખા તથા વોટર વર્કસ શાખાનો સંપર્ક કરવાનો રહેશે. વિશેષમાં ઉપરોકત મુદ્દા નંબર ૨ થી ૮ માં જણાવેલ વિગતો અંગે રાજય સરકાર ની વ્યાખ્યા મુજબ સિનીયર સિટિઝન, શારીરિક ખોડ ખાપણ, બી.પી.એલ. કાર્ડ ધારક, વિધવાઓ, ચેરીટેબલ ટ્રસ્ટ, માજી સૈનિકો, સ્વાતંત્ર્ય સેનાનીઓ અને શહીદોની વિધવાઓને, અનાથાશ્રમ, વૃદ્ધાશ્રમ, અપંગ આશ્રમ અને અંધાશ્રમને આધારો રજુ કર્યેથી રીબેટ મળવાપાત્ર રહેશે.
આ રીબેટ યોજનાનો લાભ જે કરદાતાઓએ અગાઉનાં તમામ પ્રકારનાં વેરા ભરપાઈ કરેલ હશે તેવા કરદાતાઓને જ આપવામાં આવશે. માત્ર સરચાર્જ (શિક્ષણ ઉપકર) ઉપર રીબેટ આપવામાં આવશે નહિ.
મિલ્કત વેરા, વોટર ચાર્જ, સોલીડ વેસ્ટ કલેકશન ચાર્જ, ફાયર ચાજીર્સ, એન્વાયરમેન્ટ ઈમ્પ્રુવમેન્ટ /ગ્રીનરી ચાર્જ તથા સ્ટ્રીટ લાઈટ યુઝર્સની ચાર્જની રકમ જામનગર મહાનગરપાલિકા મુખ્ય કેશ કલેકશન વિભાગ, ત્રણેય ( શરૂ સેકશન રોડ, રણજીત નગર તથા ગુલાબ નગર) સિટી સિવિક સેન્ટરો, જામનગર શહેરમાં આવેલી એચ.ડી.એફ.સી. બેંક, નવાનગર કો-ઓપ. બેંક, આઈ.ડી.બી.આઈ. બેંક તથા કોટક મહિન્દ્રા બેંકની શહેરની તમામ શાખાઓ, મોબાઈલ ટેકસ કલેકશન વેન તથા મહાનગરપાલિકાની વેબસાઈટwww.mcjamnagar.com તેમજ જામનગર મહાનગરપાલિકાની મોબાઈલ એપ્લીકેશન JMC Connect મારફત ઓનલાઈન પણ સ્વીકારવામાં આવશે. તેમ જામનગર મહાનગર પાલિકાના આસી. કમિશ્નર (ટેકસ) જીગ્નેશ નિર્મળએ જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial