Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં કોમર્શિયલ બાંધકામોના નિયત પાર્કિંગમાંથી દબાણો હટાવાશેઃ મનપા

જામનગરમાં હાઈ-રાઈઝ, બોકસાઈડ કોમર્શયલ બાંધકામ ધારકોને નોટીસ

જામનગર તા. ૧૦: જામનગરમાં હાઈરાઈઝ / લો-રાઈઝ / કોમર્શીયલ બાંધકામોના પાર્કિંગમાં કરેલ દબાણો તોડી પડાશે. તેવી નોટીસે ઈશ્યુ થઈ છે.

જામનગર મહાનગર-પાલિકાના કમિશ્નરની સુચના અનુસાર જામનગર શહેર ના તમામ મુખ્ય માર્ગો પર આવેલ હાઈરાઈઝ/ લો-રાઈઝ/ કોમર્શીયલ બાંધકામોમાં મંજુર થયેલ પ્લાનમાં નિયત થયેલ પાર્કિંગની જગ્યામાં કરવામાં આવેલ દબાણો આ જાહેર નોટીસથી સાત દિવસમાં દુર કરવા જે-તે બાંધકામ ધારકોને જાણ કરવામાં આવે છે.

આગામી દિવસોમાં પાર્કિંગના દબાણો દૂર કરવા અંગેની ડ્રાઈવ શરૂ કરવાની હોય, તે પહેલા સ્વેચ્છાએ આવા દબાણો દૂર કરી આપવાની આ જાહેર નોટીસથી જાણ કરવામાં આવે છે. અન્યથા ડ્રાઈવ દરમ્યાન જો કોઈ દબાણો જોવા મળશે તો તે કોઈપણ જાતની અન્ય નોટીસ આપ્યા વગર સ્થળ પર તાત્કાલિક દુર કરવામાં આવશે તેમજ આ અંગેની તમામ જવાબદારી જે-તે બાંધકામધારકોની  રહેશે. તેમ સીટી એન્જીનીયર ટાઉન પ્લાનીંગ શાખા જામનગર મહાનગર-પાલિકાની યાદીમાં જણાવાયું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh