Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કાયદાઓનું સતત ઉલ્લંઘન કરનાર
જામનગર તા. ૧૦: ભારતના કાયદાઓનો વારંવાર ભંગ કરનાર એમેઝોન અને ફ્લીપકાર્ટના લાયસન્સ રદ કરવા માટે રજુઆત સાથે માંગણી કરવામાં આવી છે. ગુજરાત ટ્રેડર્સ ફેડરેશનના પ્રમુખ જયેન્દ્ર તન્નાએ દેશના વાણીજય મંત્રી પીયુષ ગોયેલ અને એમએસએમઈ વિભાગના મંત્રી જીતનરામ માંજીને પાઠવેલ પત્રમાં જણાવેલ કે એમેઝોન અને ફ્લીપકાર્ટ (વોલમાર્ટની માલીકીની)ના લાયસન્સ તાત્કાલીક સસ્પેન્ડ કરવામાં આવે, કારણ કે ૨૦૧૩માં વ્યાવસાયિક પ્રવૃત્તિઓ કરવા બદલ તેમને આપવામાં આવેલ લાયસન્સની શરતોનું પાલન કરતા નથી. અને સતત બેજવાબદારી રીતે ઉલ્લંઘન કરી રહ્યા છે. આ કંપનીઓએ વારંવાર વ્યાજબી શરતોનો અનાદર કર્યો છે. છેલ્લા કેટલાક વર્ષમાં સરકારી વિભાગો દ્વારા પણ બધા કેસો છે જે કોર્ટમાં પેન્ડીંગ છે. અગાઉ તેમને દોષીત ઠેરવવામાં આવ્યા છે ત્યારે દંડ પણ કરાયો છે. પરંતુ તેમને ભારતીય કાયદાની પરવા નથી.
તાજેતરના મહિનાઓમાં બીઆઈએસ અધિકારીઓ દ્વારા તેમના પરિસરમાં દરોડા પાડવામાં આવ્યા હતાં. અને અનેક સ્થળેથી હલકી ગુણવતાવાળા અને નકલી માલ મળ્યો હતો. જે દર્શાવે છે કે, ગેરકાયદે સામગ્રીને તેઓ પ્રોત્સાહન આપે છે.
સમગ્ર ભારતમાં તેઓ વ્યવસાય કરે છે. તેમની ખોટી પ્રથાઓની માહિતી એકત્ર કરવી જોઈએ અને તેમના લાયસન્સ રદ કરવા જોઈએ. કાયદો બધા ઉપર સમાન રીતે લાગુ થાય છે. આ બન્ને કંપનીઓ પોતાને કાયદાથી ઉપર માને છે તેને નિયમનું ભાન કરાવવું જરૂરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial