Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અદાલતના આદેશથી ફ્રોડની રકમ પરત અપાઈઃ
જામનગર તા.૧૦ : જામનગરમાં જે નાગરિકોએ છેલ્લા ત્રણેક મહિનામાં સાયબર ક્રાઈમ આચરતા તત્ત્વોનો ભોગ બની પોતાની મૂડી ગૂમાવી હતી તેમાંથી રૂ.૧ કરોડ ૨૧ લાખ ઉપરાંતની રકમ સાયબર ક્રાઈમ પોલીસે પરત મેળવી અદાલતી આદેશથી પરત આપી છે.
જામનગર સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં કેટલાક નાગરિકોએ નાણાકીય છેતરપિંડીનો ભોગ બન્યાની ફરિયાદ નોંધાવી હતી. તેની તપાસ પીઆઈ આઈ.કે. ધાસુરાએ શરૂ કરી હતી.
તે દરમિયાન અરજદારોનો સંપર્ક કરી તેઓની બેંક વિશેની જરૂરી વિગતો એકત્ર કરી સાયબર ક્રાઈમ ટીમે તેઓની રકમ પરત અપાવવાના પ્રયાસો કર્યા હતા તેને સફળતા મળી છે. છેલ્લા ત્રણેક મહિના દરમિયાન જે આસામી ફ્રોડનો ભોગ બન્યા હતા. તેઓની રકમ પરત મેળવાઈ હતી.
ત્યારપછી અદાલતના આદેશથી રૂ.૧૨૧૨૨૪૦૨ ની રકમ અરજદારોને પરત આપવા માટે એસપી પ્રેમસુખ ડેલુની સૂચના અને ડીવાયએસપી જે.એન. ઝાલાના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને તે અરજદારોને ફ્રોડમાં ગયેલી રકમ પરત અપાઈ હતી. નાગરિકોને સાયબર ક્રાઈમ આચરતા શખ્સોથી સાવચેત રહેવા તેમજ અજાણી વ્યક્તિની ફ્રેન્ડ રીકવેસ્ટ ન સ્વીકારવા, અજાણી લીંક ન ખોલવા અને બેંકના નામથી ફોન આવે તો ઓટીપી કે અન્ય વિગત ન આપવા અનુરોધ કરાયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial