Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બાંધકામ હટાવી અઢી વીઘા જમીન ખુલ્લી કરાવાઈ
ખંભાળિયા તા. ૧૦: પોલીસતંત્ર દ્વારા ખંભાળિયા તાલુકાના લલીયા ગામે અસામાજિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલ રમેશ ઘારાણીના મકાન જમીનનું ડિમોલીશન કરાયું છે.
દ્વારકા જિલ્લામાં ૧૦૦ કલાક અસામાજિક તત્ત્વો સામે કરાયેલી કાર્યવાહીમાં વીજચોરી, વાહનો ડીટેન પગલા વિગેરે કાર્યવાહી પછી દ્વારકા, ઓખા, મીઠાપુર, કલ્યાણપુર વિ. વિસ્તારોમાં અસામાજિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા ગુનેગારોના ગેરકાયદે દબાણો હટાવવાનું શરૂ કરાયું હતું. જે પછી ખંભાળિયા તાલુકાના લલીયા ગામે ગઈકાલે ખંભાળિયા પોલીસે ડિમોલીશન કર્યું હતું.
દ્વારકા જિલ્લા પોલીસ વડા નીતેશકુમાર પાંડે તથા ડી.વાય.એસ.પી. ડો. હાર્દિક પ્રજાપતિના માર્ગદર્શનમાં ખંભાળિયા પો.ઈ. બી.જે. સરવૈયા, પો.ઈ. કે.એસ. ગોહિલ, પો.સ.ઈ. આઈ.આઈ. નોયડા તથા સ્ટાફ દ્વારા જુદા જુદા નવ ગુનાઓમાં સંડોવાયેલા ખંભાળિયાના લલીયા ગામે રહેતા રમેશ ઉર્ફે રાહુલ ગોપાલભાઈ ઘારાણીનું રે.સ.નં. ૩૬૪માં બે રૂમ ઓશરીવાળું મકાન તથા અઢી વીઘા સરકારી જમીન જે લાખોની ગણાય તેના પર જેસીબી ચલાવી જગ્યા ખુલ્લી કરી હતી. પોલીસની આ કાર્યવાહીમાં ખંભાળિયા મામલતદાર વિક્રમ વરૂ પણ સાથે જોડાયા હતાં. ગુનેગારોની ગેરકાયદે મિલકતો દબાણો દૂર કરવાના કાર્યક્રમમાં થોડા સમયમાં ખંભાળિયા શહેર, ભાણવડ શહેર તાલુકો, વાડીનાર તથા સલાયા વિસ્તારમાં પણ બુલડોઝરનો દોર શરૂ થવાનો છે. જે તે પોલીસ સ્ટેશનના અધિકારીઓ પાલિકા પંચાયત તંત્રના અધિકારીઓની સાથે સંકલન કરીને આ અંગે યાદી તૈયાર કરી રહ્યા છે. જે પછી કાર્યવાહી શરૂ થશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial