Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો.... મંગળવારે શેરબજારમાં તેજી જોવા મળી હતી.સેન્સેક્સ ૫૩૦ પોઈન્ટના ઉછાળા સાથે ૭૭૭૦૭ના સ્તરે હતો જ્યારે નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૧૪૨ પોઈન્ટની ઉછાળા સાથે ૨૩૫૮૩ના સ્તરે કામકાજ કરી રહ્યો હતો,જ્યારે બેન્ક નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૩૪૩ પોઈન્ટની ઉછાળા સાથે ૪૯૮૪૮ના સ્તરે કામકાજ કરી રહ્યો હતા.વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર હેલ્થકેર, ઓટો, ફાર્મા, ટેકનોલોજી, ઓઈલ એન્ડ ગેસ અને એફએમસીજી શેરોમાં ખરીદી જોવા મળી હતી.
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા શરૃ કરાયેલી ટ્રેડ વોરને પરિણામે વિશ્વભરના દેશોમાં આર્થિક ગણિતો ખોરવાઈ જવાની ભીતિએ સોમવારે સપ્તાહના પ્રથમ દિવસે ક્રિપ્ટોકરન્સીસમાં મોટા કડાકા બોલાઈ ગયા હતા. ટ્રેડવોરને કારણે બજારમાં અનિશ્ચિતતા ઊભી થઈ છે રોકાણકારો જોખમી એસેટસથી દૂર જઈ રહ્યા છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ વધારવાના નિર્ણય બાદ સપ્તાહના પ્રથમ દિવસે વિશ્વભરના બજારો પર દબાણ વધ્યું છે. ત્યારે તેની અસર ભારતીય શેરબજાર પર પણ જોવા મળી હતી. જો અમેરિકા તેની આયાત ડ્યુટીમાં મોટા ફેરફારો કરશે તો તેની સીધી અસર ભારતીય કંપનીઓ અને નિકાસકારોને પડશે તેવી આશંકાને કારણે વિદેશી રોકાણકારોએ તેમની વેચવાલી વધુ તીવ્ર બનાવતા ભારતીય શેરબજારમાં સાવચેતી જોવા મળ્યો હતો. બીજી બાજુ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા શરૃ કરાયેલા ટેરિફ વૉરને કારણે ડૉલર ઈન્ડેક્સ મજબૂત થતા ડૉલરની સામે રૃપિયો ઓલ ટાઈમ લૉની સપાટીએ પહોંચતા આઈટી - ટેકનોલોજી શેરોમાં વેચવાલીએ ભારતીય શેરબજાર ગઈ કાલે ઘટાડા સાથે બંધ રહ્યું હતું.
શરૃઆતના વેપારમાંના ટોપ ગેઇનર્સમાં ડીવીસ લેબ,ટીસીએસ,લાર્સેન,મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ગ્રાસીમ, ઈન્ફોસીસ એસીસી, કોટક બેન્ક,સન ફાર્મા, એચડીએફસી બેન્ક, એચસીએલ ટેકનોલોજી, ટેક મહિન્દ્રા, વોલ્ટાસ, રિલાયન્સ, ટાટા કમ્યુનિકેશન, સિપ્લા, ગ્લેનમાર્ક ફાર્મા જેવા શેરમાં વધારો જોવા મળ્યો હતો.ટોપ લુઝર્સમાં ઈન્ડીગો, હિન્દુસ્તાન યુનીલીવર, હવેલ્લ્સ, ભારતી ઐરટેલ, બાટા ઇન્ડિયા જેવા શેરમાં ઘટાળો જોવા મળ્યો હતો.
વૈશ્વિક શેરબજારની વાત કરીએ તો ગઈકાલે અમેરિકન માર્કેટમાં ડાઉ જોન્સ ૦.૧૨%ના ઉછાળા સાથે બંધ રહ્યો હતો. જ્યારે એસ એન્ડ પી ૫૦૦ ૦.૭૬% વધીને અને નેસ્ડેક ૧.૧૩% વધીને સેટલ થયા હતા.બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૨૦% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૦૦% વધીને ટ્રેડ થઇ રહ્યા હતા.
બીએસઈમાં મંગળવારે કુલ ટ્રેડીંગ થયેલી ૩૦૩૩ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૬૬૧ અને વધનારની સંખ્યા ૨૨૫૧ રહી હતી,૧૨૧ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.જ્યારે ૬૫ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૬૯ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશા.... મિત્રો, અમેરિકન પ્રમુખે મેક્સિકો અને કેનેડા પર ૨૫% અને ચીન પર ૧૦% ટેરિફ લગાવીને તેમણે એક નવું યુદ્ધ શરૃ કરી દીધુ છે. આ ટ્રેડ વોરની વ્યાપક અસર ભારતના અર્થતંત્ર અને તેની કરન્સી પર પણ જોવા મળી રહી છે. હવે સૌથી મોટો સવાલ એ છે કે ટ્રમ્પના ટેરિફનો ડર ભારતની કરન્સીમાં કેમ જોવા મળી રહ્યો છે. નિષ્ણાતોનું માનવું છે કે ચીન પર ટેરિફ લગાવવામાં આવ્યા બાદ સમગ્ર એશિયન કરન્સીમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જેમાંથી રૃપિયો પણ બાકાત નથી રહ્યો.
આંકડા પર નજર કરીએ તો ઓક્ટોબરની શરૃઆતથી અત્યાર સુધીમાં ડોલર સામે રૃપિયામાં ૪%નો ઘટાડો જોવા મળી ચૂક્યો છે. અને આગામી બે મહિનામાં રૃપિયામાં વધુ ઘટાડો જોવા મળી શકે છે અને આંકડો ૯૦ના સ્તરને પાર કરી શકે છે. બીજી તરફ ટ્રમ્પ પહેલાથી જ બ્રિક્સ દેશોને ચેતવણી આપી ચૂક્યા છે કે, જો બ્રિક્સ દેશો નવી કરન્સી પર વિચાર કરશે, તો તેમણે પણ મોટા ટેરિફ હુમલા માટે તૈયાર રહેવું પડશે. હવે જ્યારે મેક્સિકો, કેનેડા અને ચીન પર ટેરિફ લગાવવામાં આવી ચૂક્યો છે ત્યારે તેમની આ ધમકી માત્ર ધમકી પૂરતી જ મર્યાદિત નથી રહી. બજારમાં એવું સેન્ટીમેન્ટ બની ચૂક્યું છે કે, ભારત પર પણ ટેરિફ લગાવવામાં આવી શકે છે. તેથી આગામી દિવસોમાં દરેક ઉછ ાળે સાવચેતી જરૃરી બની રહેશે.
એમસીએક્સ ગોલ્ડ ઃ ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૃઆતે અપ્રિલ ગોલ્ડ રૃા.૮૩૪૪૪ પોઈન્ટના મથાળેથી ખુલીને રૃા.૮૩૩૩૦ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૃા.૮૩૩૦૦ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૭૫ પોઈન્ટના ઉછાળા સાથે રૃા.૮૩૩૯૯ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!
એમસીએક્સ સિલ્વર ઃ ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૃઆતે માર્ચ સિલ્વર રૃા.૯૪૨૨૯ પોઈન્ટના મથાળેથી ખુલીને રૃા.૯૪૩૨૬ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૃા.૯૩૯૮૫ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૩૩ પોઈન્ટના ઉછાળા સાથે રૃા.૯૪૨૯૦ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!
હવે જોઈએ ભારતીય શેરબજારની આગામી ટ્રેડીંગ સંદર્ભે સ્ટોક સ્પેશીફીક અંદાજીત રુખ
મુથૂટ ફાઈનાન્સ (૨૨૩૭) ઃ મુથૂટ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૃા.૨૨૨૨ આસપાસ ટ્રેડીંગ થતો આ સ્ટોક રૃા.૨૨૧૨ સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૃા.૨૨૫૦ થી રૃા.૨૨૬૬ સુધી તેજી તરફી ધ્યાન...!!!
ઈન્ફોસીસ લીમીટેડ (૧૯૦૪) ઃ ટેકનીકલ ચાર્ટ મુજબ રૃા.૧૮૯૦ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ!! રૃા.૧૮૭૦ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૃા.૧૯૧૯ થી રૃા.૧૯૩૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે...!!!
સન ફાર્મા (૧૭૫૩) ઃ ૧૭૪૫ નો પ્રથમ તેમજ રૃા.૧૭૩૦ ના ફાર્માસ્યુટિકલ સેક્ટર રોકાણલક્ષી આ સ્ટોક રૃા.૧૭૬૬ થી રૃા.૧૭૮૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે...!!!
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (૧૨૬૬) ઃ રિફાયનરી એન્ડ માર્કેટિંગ સેક્ટર નો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૃા.૧૨૭૩ થી રૃા.૧૨૮૩ ના ભાવની સંભાવના ધરાવે છે!! અંદાજીત રૃા.૧૨૫૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો...!!!
અદાણી પોર્ટસ (૧૧૦૬) ઃ રૃા.૧૦ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૃા.૧૦૯૦ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક પોર્ટ એન્ડ પોર્ટ સેર્વીસ ના આ સ્ટોકમાં તેજી તરફી રૃા.૧૧૧૧ થી રૃા.૧૧૨૧ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ...!!!
લેખક સેબી રજીસ્ટર્ડ રિસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટના પ્રોપરાઇટર છે.