Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અન્ય ત્રણ દરોડામાં ત્રણ બોટલ મળી આવીઃ
જામનગર તા. ૨૩: જામનગરના રણમલ તળાવના પાછળના ભાગ પાસેથી ગઈરાત્રે એક શખ્સ દારૂની છ બોટલ સાથે ઝડપાયો છે. જ્યારે દિગ્વિજય પ્લોટ વિસ્તારમાંથી બે શખ્સ બે બોટલ સાથે અને જામજોધપુરના બુટાવદર પાસેથી બે શખ્સ એક બોટલ દારૂ સાથે પોલીસની ગિરફતમાં આવ્યા છે.
જામનગર શહેરના રણમલ તળાવના પાછળના ભાગ પાસે આવેલા આરોગ્ય કેન્દ્રમાંથી ગઈરાત્રે દોઢેક વાગ્યે પસાર થઈ રહેલા હવાઈચોક નજીકના ભાનુશાળીવાડમાં રહેતા મિલન જયંતિભાઈ જોઈસર ઉર્ફે બતક નામના શખ્સને પેટ્રોલિંગમાં રહેલા સિટી એ ડિવિઝનના સ્ટાફે રોકાવી તલાશી લેતા આ શખ્સના કબજામાંથી અંગ્રેજી શરાબની છ બોટલ મળી આવી હતી. પોલીસે બોટલ કબજે કરી આરોપીની ધરપકડ કરી છે.
જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારની શેરી નં.૫૮ પાસે હિંગળાજ ચોક નજીકથી ગઈકાલે સાંજે મથુરદાસ મંગલદાસ માવ નામના શખ્સને રોકાવી પોલીસે દારૂની બોટલ ઝબ્બે લીધી છે.
દિગ્વિજય પ્લોટ-૪૯માંથી ગઈકાલે રાત્રે જઈ રહેલા મચ્છર નગરવાળા હર્ષ સુરેશભાઈ પાણખાણીયા નામના શખ્સને પોલીસે દારૂની એક બોટલ સાથે પકડી લીધો છે.
જામજોધપુર તાલુકાના બુટાવદર ગામથી માંડાસણ ગામના રસ્તા પર ગઈકાલે સાંજે પસાર થતાં ૬૦૭૬ નંબરના હીરો મોટરસાયકલને રોકાવી પોલીસે તેના પર જઈ રહેલા બુટાવદર ગામના કરણ ખુમાનસિંહ જાડેજા તથા ઉપલેટા તાલુકાના પડવલા ગામના ઈલિયાશ ઈકબાલ નોઈડા નામના શખ્સોની તલાશી લેતા દારૂની બોટલ મળી આવી હતી. પોલીસે બોટલ, બાઈક તથા બે મોબાઈલ સહિતનો મુદ્દામાલ ઝબ્બે લીધો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial