Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખર્ચ પણ ચૂકવવા કરાયો હુકમઃ
જામનગર તા. ર૩: જામનગરની એક પેેઢીએ ધંંધા માટેના વ્યવહારની બાકી રહેતી રકમ અમદાવાદની પેઢી પાસેથી વસૂલવા કરેલો દાવો ચાલી જતાં બાકી રકમ વ્યાજ સાથે ચૂકવવા અને ખર્ચ પણ આપવા અદાલતે હુકમ કર્યાે છે.
જામનગરમાં સાંઈયુગ એન્ટરપ્રાઈઝ નામની પેઢી ચલાવતા મીતલબેન ભદ્રેશભાઈ પંડયાને અમદાવાદની સુર્યાસ પાવર ઈન્ફા. પ્રા.લિ. નામની પેઢીએ જેટકો કંપનીની પાવર લાઈનનું ફાઉન્ડેશનનું કામ સોંપ્યું હતું.
તે કામ પૂર્ણ થયા પછી નગરની પેઢીએ બીલ મૂક્યા હતા. તેનું થોડુ પેમેન્ટ કર્યા પછી બાકી રહેતી રૂ.૬,૧ર,૩૭૪ ની રકમ અમદાવાદની પેઢી ચૂકવતી ન હતી. આથી નોટીસ પાઠવાઈ હતી. અમદાવાદની પેઢીએ રૂ.ર લાખ ૮૦ હજાર ચૂકવી બાકીના રૂ.૩ લાખ ૩૨,૩૭૪ ચૂકવ્યા ન હતા. તેથી નગરની પેઢીએ અદાલત સમક્ષ દાવો કર્યાે હતો. તે દાવો ચાલી જતાં અદાલતે બાકીની રકમ છ ટકા વ્યાજ સાથે ચૂકવવા અને ખર્ચ પણ આપવા અમદાવાદની પેઢીને હુકમ કર્યાે છે. નગરની પેઢી તરફથી વકીલ ચંદ્રેશ મોતા, મૈત્રી ભૂત, એસ.એફ. દલ રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial