Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પૂર્વ પ્રમુખોનું સન્માનઃ વૃદ્ધાશ્રમના વડીલોને ભોજનઃ ગીત-સંગીત સાથે
જામનગરના જાયન્ટ્સ ગ્રુપની સ્થાપનાના પ૦માં વર્ષ નિમિત્તે એમ.પી.શાહ વૃદ્ધાશ્રમમાં ચેરમેન અતુલભાઈ મહેતાના અધ્યક્ષસ્થાને ત્રિવિધ કાર્યક્રમ યોજાયો હતો. વૃદ્ધાશ્રમના ૧૦૦ થી વધુ વડીલોને સાંજનું ભોજન આપવામાં આવ્યું હતું. જાયન્ટ્સના ૧૯૭પ થી ર૦ર૪ સુધીના તમામ પૂર્વ પ્રમુખોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ સાથે ફયુઝન મ્યુઝીકના સંગાથે ગીત-સંગીતનો મનોરંજન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મુંબઈથી જાયન્ટ્સ વેલ્ફર ફાઉન્ડેશનના સેન્ટ્રલ કમિટિ મેમ્બર ગગનભાઈ જૈન, જીવરાજભાઈ નગરીયા સ્પેશિયલ કમિટી મેમ્બર તથા રાજેશભાઈ દેસાઈ, સેન્ટ્રલ કમિટી મેમ્બર, હસમુખભાઈ હિન્ડોચા ઈન્ડીપેન્ડેટ ડાયરેકટર ગોવા શીપ લિ. ફેડરેશન ઉપપ્રમુખ મુકેશભાઈ પાઠક, યુનિટ ડાયરેકટર ઉપેનભાઈ વ્યાસ, કો ઓર્ડીનેટર દુષ્યંતભાઈ પંડ્યા ઉપસ્થિત રહ્યા હતાં. આ કાર્યક્રમને સફળ બનાવવા કમિટીના સભ્યો મુકેશભાઈ શાહ, અશોકભાઈ નથવાણી, રમેશભાઈ ભટ્ટ, કમલભાઈ વ્યાસ, નટુભાઈ પારેખ, હસુભાઈ ગુંસાણી, પ્રમુખ કીર્તિભાઈ કેવલીયા સહિતના હોદ્દેદારો સભ્યોએ જહેમત ઉઠાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન તૃપ્તિબેન ઠાકર તથા દીપાબેન સોની દ્વારા કરવામાં આવ્યું હતું અને આભારદર્શન કાઉન્સિલર સભ્ય રમેશભાઈ ભટ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial