Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભેજનું પ્રમાણ ૯૪ ટકાઃ બફારો યથાવત્:
જામનગર તા. ર૩: જામનગરના વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮ ટકા વધીને ૯૪ ટકાએ પહોંચતા ગઈકાલે પણ બફારો અનુભવાયો હતો. મહત્તમ તાપમાન ૩૪ ડીગ્રીએ સ્થિર રહ્યું હતું.
જામનગરમાં વાદળોની આવન-જાવન વચ્ચે આજે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન ૮ ટકાના વધારા સાથે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૯૪ ટકા રહ્યું હતું. ભેજના આટલા વધુ પ્રમાણના પગલે ગઈકાલે પણ બફારો યથાવત્ રહ્યો હતો. અસહ્ય બફારાના પગલે પંખા તથા એસીથી દૂર માત્ર થોડીવાર કામ કરવાની સાથે લોકો પરશેવે રેબઝેબ થઈ ગયા હતાં.
નગરમાં છેલ્લા ત્રણ દિવસથી કોઈ વધારા કે ઘટાડા વગર મહત્તમ તાપમાનનો પારો ૩૪ ડીગ્રીએ અને છેલ્લા ચોવીસ કલાકમાં લઘુતમ તાપમાન રપ.પ ડીગ્રીએ સ્થિર રહ્યું હતું. પવનની ગતિ પ્રતિકલાકની સરેરાશ ૧૦ થી ૧ર કિ.મી.ની રહેવા પામી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial