Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જલભરાવ, ટ્રાફિક જામ, જનજીવન ખોરવાયુઃ
બેગલુરૂ તા. ર૩: બેંગલુરૂમાં અવિરત વરસાદથી ૫ાંચના મોત થયા છે. અનેક રહેણાંક વિસ્તારોમાં પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ૬ કલાકમાં ૬ ઈંચ વરસાદ પડ્યો હોવાથી માર્ગો પર પાણી ભરાઈ જતાં અનેક સ્થળોએ ટ્રાફિકજામના દૃશ્યો સર્જાયા છે.
બેંગલુરુમાં અલગ-અલગ વરસાદ આધારિત ઘટનાઓમાં પાંચ લોકોના મોત થયા છે. છેલ્લા ત્રણ દિવસથી પડી રહેલા ભારે વરસાદને કારણે અનેક રહેણાંક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. માર્ગો પર પાણી ભરાઈ જતાં અનેક સ્થળોએ ટ્રાફિક જામના દૃશ્યો જોવા મળી રહ્યા છે. ભારે વરસાદને કારણે એક નિર્માણાધીન બહુમતી બિલ્ડીંગ ધરાશાયી થતાં ત્રણ મજુરો દટાઈ જતાં મૃત્યુ પામ્યા છે. પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર કેનગેરી તળાવમાં ડૂબી જવાને કારણે બે બાળકોનામોત થયા છે. ધરાશયી થયેલી બિલ્ડીંગના કાટમાળમાંથી ૧૪ લોકોને બચાવવામાં આવ્યા છે.
જો કે ત્રણ લોકો હજુ પણ લાપતા છે તેમ પોલીસે એક નિવેદનમાં જણાવ્યું છે. સત્તાવાળાઓએ વરસાદને ધ્યાનમાં રાખીને આવતીકાલે શાળાઓમાં રજા જાહેર કરી છે. જે વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે ત્યાંથી લોકોને સુરક્ષિત સ્થળે પહેડવા માટે નેશનલ ડિઝાસ્ટર રિસપોન્સ ફોર્સ અને ડિઝાસ્ટર રિસપોન્સ ફોર્સની પાંચ ટીમોને કામે લગાડવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial