Advertisement
Author: નોબત સમાચાર

બે બિલ્ડર જુથના ડઝનથી વધુ સ્થળોએ આઈટીના દરોડાથી ફેલાયો ફફડાટઃ ૧૨૦થી વધુ અધિકારીઓ જોડાયા

ત્રણ શહેરની ટીમો દ્વારા બે બિલ્ડર ગ્રુપની તપાસઃ

વડોદરા તા. ર૩: વડોદરાના બિલ્ડર જુથોના એક ડઝનથી વધુ સ્થળો પર આઈ.ટી.એ દરોડ પાડતા બિલ્ડર ગ્રુપો તથા કરચોરોમાં ફફડાટ વ્યાપ્યો છે. આ દરોડામાં કુલ ૧ર૦ થી વધુ અધિકારીઓ જોડાયા છે.

વડોદરામાં બિલ્ડરો પર આઈ.ટી. દ્વારા બે થી વધુ બિલ્ડર ગ્રુપ પર પાડવામાં આવેલા દરોડામાં રીટલ એસ્ટેટ, ગ્રુપ સાથે સંકળાયેલા અન્ય ધંધા-વેપાર અને આર્ટીટેક્ટને ત્યાં પણ એક ડઝનથી વધુ સ્થળોએ હાલ ઈન્કમટેક્સ વિભાગની ટીમો દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

આટલી મોટી કાર્યવાહીના અંતે મોટી કરચોરી પકડી પાડવામાં આવે તેવી પ્રબળ શક્યતાઓ છે. આ ઘટનાને પગલે વડોદરાના મોટા કરચોરોમાં ભારે ફફડાટની લાગણી વ્યાપી જવા પામી છે.

દેશભરમાં દિવાળીનો તહેવાર આવી રહ્યો છે, ત્યારે વડોદરામાં ઈન્કમટેક્સ વિભાગ દ્વારા મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.

પ્રાપ્ત વિગતો અનુસાર વડોદરાના નિલેશ શેઠ અને સૌનક શાહ સાથે સંકળાયેલા બે મોટા બિલ્ડર જુથોને ત્યાં ઈન્કમટેક્સ વિભાગની ટીમો ત્રાટકી છે. વડોદરા, અમદાવાદ અને સુરત આમ ત્રણ શહેરની ટીમો બે બિલ્ડર જુથોને ત્યાં દસ્તાવેજો, હિસાબી વહી, ઈલેકટ્રોનિક રેકોર્ડ સહિતના વ્યવહારોની ઝીણવટભરી તપાસમાં જોડાઈ છે. ૧ર૦ થી વધુ અધિકારીઓ આ દરોડામાં જોડાયા હોવાનું સૂત્રો જણાવે છે.

પ્રાથમિક સૂત્રોના જણાવ્યા અનુસાર દરોડામાં રીટલ એસ્ટેટ, ગ્રુપ સાથે સંકળાયેલા અન્ય ધંધા-વેપાર અને આર્ટીટેક્ટ સુધી પણ તપાસનો રેલો પહોંચ્યો છે. વડોદરામાં આટલી મોટી કાર્યવાહીને પગલે કરચોરોમાં ભારે ફફડાટ પેસી જવા પામ્યો છે. આ તપાસ લાંબી ચાલે તેવી શક્યતા છે, અને તપાસના અંતે મોટી કરચોરી પકડી પાડવામાં આવે તો નવાઈ નહીં. હાલ, ઈન્કમટેક્સ વિભાગના દરોડાને પગલે બિલ્ડર લોબીમાં ફફડાટ વ્યાપ્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh