Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના વિકાસ કામો તથા સ્માર્ટ સિટી માટે ૧૬મા નાણાપંચમાંથી રૂ.૨૦૦૦ કરોડની ગ્રાન્ટ ફાળવોઃ મનપા

મહાનગરપાલિકાની સ્ટેન્ડીગ કમિટના ચેરમેન નિલેશ કગથરાનો અધ્યક્ષને પત્રઃ

જામનગર તા. ર૩: જામનગર શહેરમાં જુદા-જુદા વિકાસ કામો માટે તથા સ્માર્ટ સિટી માટે રૂ. ર૦૦૦ કરોડની ગ્રાન્ટની રકમની ફાળવણી કરવા જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન નિલેષ કગથરાએ દેશના ૧૬મા નાણાપંચ સમક્ષ વિસ્તૃત પત્ર પાઠવી માંગણી કરી છે.

સમૃદ્ધ ઈતિહાસ, સંસ્કૃતિ અને ઔદ્યોગિક મહત્તવ માટે જામનગર વખણાય છે. જામનગર નવાનગર રિયાસતની રાજધાની હતી ૧પ૪૦ માં જામરાવલ દ્વારા શહેર વસાવવામાં આવ્યું હતું. આ શહેરમાં શાહી ધરોહર છે. જેમાં લાખોટા કિલા, બાલા હનુમાન વિગેરેનો સમાવેશ થાય છે.

આધુનિક જામનગરને ભારતનું તેલ શહેર પણ કહેવામાં આવે છે. કારણ કે અહીં રિલાયન્સ નામની વિશ્વની સૌથી મોટી ઓઈલ રિફાઈનરી તથા નજીકમાં નયારા એનર્જી નામની મોટી ઓઈલ રિફાઈનરી પણ આવેલ છે. ઉપરાંત બ્રાસ પાર્ટસ, બાંધણી ઉદ્યોગ અને પારંપરીક વ્યંજનો માટે પણ જામનગર સુવિખ્યાત છે.

જામનગર નજીક વિશ્વ વિખ્યાત ખીજડીયા બર્ડ સેન્ચુરી છે જે વૈશ્વિક નામના ધરાવે છે અને ત્યાં હજજારો પક્ષીપ્રેમીઓ પક્ષી દર્શન માટે દર વર્ષ આવે છે. અહીં આવતા મુલાકાતીઓ માટે જામનગર મુખ્ય છે.

જામનગર શહેરનું ક્ષેત્રફળ ૧ર૮ કિ.મી.નં છે અને વસ્તી ૭ લાખ ૯૦ હજારની છે અને સ્થળાંતરીત લોકોની ગણતરી કરવામાં આવે તો જામનગરની વસ્તી લગભગ ૧૦ લાખ થવા જાય છે. આમ માનવ સુખાકારી માટે સુખ-સુવિધામાં વધારો કરવો જરૂરી છે. અહીંના લોકોના જીવન ધોરણમાં સુધારા માટે અનેક પરિયોજના પૂર્ણ કરવામાં આવે છે અનેક કામ ચાલુ છે, જેમાં પાણી, સડક, સ્વચ્છતા અભિયાન, વગેરેનો સમાવેશથાય છે. ઉપરાંત જામનગર સાંસ્કૃતિક કાર્યક્રમો અને તહેવારોની પણ સતત ઉજવણી થતી રહે છે.

જામનગર મહાનગર-પાલિકાએ વેસ્ટ ટુ એનર્જી, પ્લાન્ટના વિકાસમાં ઉલ્લેખનીય પ્રગતિ કરી છે. નવેમ્બર ર૦ર૧ માં ગુજરાતમાં પ્રથમ વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ સફળતાપૂર્વક કાર્યરત કરવામાં આવે છે જેનો પ્રારંભ જુલાઈ-ર૦રર માં થયો હતો જે ૭.પ મેગાવોટની ઉર્જા ઉત્પાદન ક્ષમતા અને પ્રતિદિન ૬૦૦ ટન કચરા પ્રોસેસની ક્ષમતા ધરાવે છે. ઉપરાંત દરરોજ ૧ મિલિયન લીટર સીવેજ વોટરનો નિકાલ કરે છે. આમ પ્લાન્ટના કારણે લેન્ડરીલ ઉપયોગ  ઓછો કરે છે. આથી પ્રદુષણ પણ ઓછુ થાય છે. આમ કચરા, પર્યાવણ પ્રશ્નના નિરાકરણમાં મહત્ત્વનું સ્થાન ધરાવે છે. આમ દેશના આર્થિક વિકાસમાં મહત્ત્વનું યોગદાન આપનાર જામનગરને સ્માર્ટ સીટીમાં સમાવેશ માટે ૧૬ માં નાણાપંચ સમક્ષ રજુઆત સાથે જરૂરી માંગણી કરવામાં આવે છે.

વર્ષ ર૦૧પ અને ર૦રરમાં સ્માર્ટ સિટી સ્પર્ધામાં ભાગ લીધો હતો પરંતુ આજ સુધી સ્થાન અપાયું નથી. વરસાદના સમયમાં રંગમતિ નદી અને રણજીતસાગર ડેમ ઓવરફલો સમયે નગરમાં પાણીની સમસ્યાનો સામનો કરવો પડે છે. આથી રંગમતિ નદીના રિવરફ્રન્ટની યોજના બનાવાઈ છે જેને બે ચરણ અને બે ભાગમાં વહેચવામાં આવી છે.

પ્રથમ ભાગ દરેડના ખોડીયાર મંદિરથી વ્હોરાના હજીરા સુધી અને બીજો ભાગ વ્હોરાના હજીરાથી ગાંધીનગર સ્મશાન સુધીનો છે. પ્રથમ ભાગમાં પ્રથમ ચરણમાં ખરી નદીને ચેનલાઈન કરીને બન્ને કિનારા ઉપર રીટેનીંગ વોલ બનાવવાની યોજના છે. જેમાં પૂરની સ્થિતિ નિયંત્રણ થશે.

જ્યારે પહેલા ભાગના બીજા ચરણમાં સંપૂર્ણ નદી સુંદર બનાવવાનું કામ કરવાનું આયોજન છે. જેથી પર્યટનને પ્રોત્સાહન મળશે. આથી પહેલા ભાગના કામ માટે પાંચ વર્ષ માટેના સમયમાં ૧૦૦૦ કરોડ રૂપિયાની ગ્રાન્ટની જરૂરિયાત છે. ગ્રાન્ટની ફાળવણી વસ્તી અને ક્ષેત્રફળ આધારે થતી હોય છે. જામનગરનું જીડીપીમાં યોગદાનને ધ્યાનમાં રાખીને વધુ ગ્રાન્ટ મળવી જોઈએ. જામનગરનો સ્માર્ટ સિટીમાં સમાવેશ કરવો જોઈએ. રિવર ફ્રન્ટ યોજના, મૂલ્યવાન જલ સંસાધન પરિયોજના, અન્ડર ગ્રાઉન્ડ ડ્રેનેજ અને અન્ય ઈન્ફ્રાસ્ટ્રકચરને પણ ધ્યાનમાં લેવામાં આવ્યું છે. આમ આગલા પાંચ વર્ષ માટે ૧૬મા નાણાપંચમાંથી ર૦૦૦ કરોડ રૂપિયાની ગ્રાન્ટ જામનગર મહાનગરપાલિકાને મળે તે માટે આ માંગણી કરવામાં આવે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh