Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હાલારમાં કમોસમી વરસાદથી ખેડૂતોની હાલત કફોડી
જામનગર તા. ર૩: જામનગર જિલ્લાના જામજોધપુર, લાલપુર ઉપરાંત દેવભૂમિ દ્વારકા પંથકમાં કમોસમી ભારે વરસાદના લીધે ખેડૂતોની શબ્દોમાં ના વર્ણવી શકાય તેવી કફોડી હાલત થઈ છે. થોડા સમય પહેલા ભારે વરસાદના લધી કપાસ, તુવેર, તેમજ અન્ય કઠોળના પાકો નાશ પામ્યા હતાં હજુ તો તેની સહાય આવી પણ નથી ત્યાં પડ્યા માથે પાટું સમાન પાછતરા ભારે વરસાદના લીધે મગફળી અને કપાસ સહિતના ચોમાસું પાક તૈયાર હતાં અને ખેડૂતોના મોઢે આવેલો કળિયો છીનવાઈ ગયો. પરિણામે ખેતી પર નિર્ભર ખેડૂતો પોતાના પરિવારજનોનું આખા વર્ષ દરમિયાન કઈ રીતે ગુજરાન કરશે તે માત્ર વિચાર જ ડરામણા દૃશ્યો ઊભા કરી દે છે, છતાં પણ સરકાર માત્ર સર્વેના નાટકો કરી સંવેદના લૂંટી રહી છે.
આથી જામજોધપુર, લાલપુરના ધારાસભ્ય હેમંતભાઈ ખવાએ મુખ્યમંત્રી તથા કૃષિ મંત્રીને મળી લેખિત રજૂઆત કરી છે. જેમાં ખેડૂતોની પીડા સમજી સર્વેના ડીંડવાણા નહીં, પરંતુ વહેલામાં વહેલી તકે ખાસ સહાય પેકેજ ચૂકવવામાં આવે તેવી માંગણી કરી હતી. અન્યથા આંદોલનની ચિમકી પણ ઉચ્ચારી હતી.
ધારાસભ્ય હેમંતભાઈએ રજૂઆતમાં જણાવ્યું કે કહેવાતી ગતિશીલ ગુજરાતની સરકારમાં જ્યારે ઓગસ્ટ મહિનામાં ખાબકેલા વરસાદે ખેદાનમેદાન કરી નાખ્યું હતું. મોટાપાયે વિનાશ વેર્યો હતો છતાં પણ સરકાર દ્વારા સર્વે કરી આર્થિક સહાયની જાહેરાત કરવામાં આવી હતી. ઘણાં ખેડૂતો એવા છે જેને સહાયના નામે હજુ સુધી એક ફદીયુ'ય મળ્યું નથી. આ અર્થતંત્ર જેના પર ચાલે છે તેવા ખેડૂતોએ ખરેખર પાક અને પશુધન ગુમાવ્યા હોવા છતાં સરકારે સહાય ચૂકવવામાં કચાશ રાખી જે ખૂબ જ દુઃખદ બાબત છે.
અત્યારે ખેડૂતો મગફળી અને સોયાબીનના પાકોની લણણી કરી રહ્યા છે, પરંતુ છેલ્લા એક સપ્તાહથી પડી રહેલ ભારે વરસાદના લીધે ખેડૂતોની આખા વર્ષની મહેનત પર પાણી ફરી વળ્યા છે. ચાર માસ સુધી મહેનત, મજુરી, ખાતર, પાણીનો ઉપયોગ કરીને ખેડૂતોએ જીવની જેમ પાકને તૈયાર કર્યો હતો, પરંતુ અંતની ઘડીએ વેરી બનેલો વરસાદ બધુય તાણી જતા ખેડૂતોની હાલત હૃદય હચમચાવી નાખે તેવી થઈ છે. આવા કપરા કાળમાં જગતનો તાત સરકાર પાસે રાહતનો ખોળો પાથરી રહ્યો છે અને સરકારે પણ જગતના તાતની પડખે રહેવાનો સમય છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial