Advertisement
Author: નોબત સમાચાર

બાકી પૈસાની ઉઘરાણી કરાતા પાનના દુકાનદારને માથાભારે શખ્સે ફડાકા માર્યા

સીસીટીવી ફૂટેજ સાથે પોલીસમાં કરાઈ રજૂઆતઃ

જામનગર તા. ૨૩: જામનગરના વામ્બે આવાસમાં પાનની દુકાન ચલાવતા એક વેપારીએ પૈસા બાકી રાખી જનાર શખ્સ પાસે ઉઘરાણી કરતા સોમવારે તેને ફડાકા મારી માથાભારે શખ્સે દાદાગીરીનું વરવુ પ્રદર્શન કર્યું હતું. સીસીટીવી ફૂટેજ સાથે વેપારીએ પોલીસમાં અરજી આપી રજૂઆત કરી છે.

જામનગરના વામ્બે આવાસમાં ૫ાનની દુકાન ચલાવતા ધર્મેશ નામના એક વેપારીને ત્યાં સોમવારે પાન ખાવા આવેલા શખ્સ પાસે વેપારીએ આગલા પૈસાની માગણી કરી હતી.

પૈસા માંગવામાં આવતા ઉશ્કેરાયેલા શખ્સે તે વેપારી સાથે ઝઘડો કરી ફડાકાવાળી શરૂ કરી દીધી હતી. આ બનાવ તે દુકાનમાં મુકવામાં આવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો હતો. દુકાનદારે આ બાબતની અરજી પોલીસને સોંપી લુખ્ખા તત્ત્વોના આતંકથી બચાવવા માટે અરજ ગુજારી છે. આ પ્રકારના બનાવો શહેરમાં બનતા રહે છે. વેપારીઓને આવા માથાભારે શખ્સો મારકૂટ કરતા રહે છે પરંતુ પોતાની દુકાનને, ધંધાને નુકસાન ન થાય તે માટે વેપારીઓ આ જુલમ સહેતા રહે છે ત્યારે પોલીસે આવા તત્ત્વોને સબક શીખવાડવો જોઈએ.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh