Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રોડ સેફટી કાઉન્સીલની બેઠકઃ કલેકટર દ્વારા
જામનગર તા. ર૩: વાહનોથી થતા અકસ્માતોમાં ઘટાડો થાય તે હેતુથી જિલ્લા કલેકટર ભાવિન પંડ્યાના અધ્યક્ષ સ્થાને વિવિધ વિભાગોના અધિકારીઓ સાથે રોડ સેફટી કાઉન્સીલની બેઠક મળી હતી. જેમાં કલેકટરે જામનગર જિલ્લામાં માર્ગ અકસ્માતોનું પ્રમાણ ઘટે તે માટે લેવાના થતાં પગલાઓ વિશે મહત્ત્વના વિભાગો સાથે ચર્ચા કરી જરૂરી માર્ગદર્શન પૂરૂ પાડ્યું હતું.
બેઠકમાં કલેકટરે તમામ વિભાગોને સોંપવામાં આવેલ કામગીરી સમીક્ષા કરી હતી તેમજ માર્ગ અકસ્માતના સ્થળોની તપાસણી, બ્લેક સ્પોર્ટ્સ અન્વયે અકસ્માત ઘટાડવા માટેના પગલા, ભયજનક ડ્રાઈવીંગ, ઓવર સ્પીડિંગ, રોંગ સાઈડ, ડ્રાઈવીંગ તેમજ રેડિયમ રિફલેકટર લગાવ્યા વિનાના વાહનો વગેરે અંગે થયેલ કામગીરીની સમીક્ષા થકી જનજાગૃતિ વધારવા, વર્ક ઝોન ટ્રાફિક મેનેજમેન્ટ પ્લાન તૈયાર કરવા તેમજ જિલ્લા કક્ષાએ ડિઝાસ્ટર મેનેજમેન્ટને વધુ અસરકારક બનાવવા ઉપસ્થિત અધિકારીઓને જણાવ્યું હતું.
આ બેઠકમાં આર.ટી.ઓ., જામનગર મહાનગરપાલિકા, પોલીસ વિભાગ, માર્ગ અને મકાન વિભાગ, શિક્ષણ વિભાગ, આરોગ્ય વિભાગ, વન વિભાગ, પીજીવીસીએલ, નેશનલ હાઈવે ઓથોરીટી, જીએસઆરટીસી વગેરે વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial