Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સમાધાન કરવા આવેલા શખ્સે ધોકો ફટકાર્યાે:
જામનગર તા. ૨૩: જામનગરના નવાગામ ઘેડમાં એક મહિલાએ ઘર પાસે એઠવાડ ન નાખવાનું કહેતા પાડોશી શખ્સે ધોકા વડે હુમલો કરી પતિ-પત્નીને માર માર્યાે હતો. જ્યારે વાહન સીઝ કરવાના મુદ્દે થયેલી બોલાચાલી પછી સમાધાનનું કહી એક શખ્સે ધોકો ફટકાર્યાે હતો. ઉપરાંત સાધનાકોલોની પાસે કતરાઈને જોવાના પ્રશ્ને એક યુવાનને ચાર શખ્સે લમધારી નાખ્યો હતો.
જામનગરના નવાગામ ઘેડ વિસ્તારમાં આવેલી ઈન્દિરા સોસાયટીની શેરી નં.૧૦/એમાં રહેતા અશ્વિનીબેન પ્રદીપભાઈ ચૌહાણ નામના કુંભાર મહિલાએ પોતાના ઘરની સામે ગટર ઉભરાતી હોવાના કારણે બાજુમાં જ રહેતા પંકજ ખવાસ નામના શખ્સના માતાને ત્યાં એઠવાડ નહીં નાખવાનું કહેતા ઉશ્કેરાયેલા પંકજે ગઈકાલે સાંજે અશ્વિનીબેન તથા તેમના પતિ પ્રદીપભાઈ પર ધોકા વડે હુમલો કરી માર માર્યાે હતો.
જામનગરના રણજીત સાગર રોડ પર આવેલી સાધના કોલોનીમાં બ્લોક નં.એલ/૪૪ ૪૪૩૫માં રહેતા ભાણજીભાઈ રવજીભાઈ સીંગરખીયા ગયા બુધવારે સાધનાકોલોનીના દરવાજા સામે નાસ્તાની રેંકડી પાસે ઉભા હતા. તેઓએ પાર્સલ નો ઓર્ડર આપ્યા પછી ત્યાં ધસી આવેલા હર્ષ અને ત્રણ અજાણ્યા શખ્સે કતરાઈને કેમ જુએ છે તેમ કહી ગાળો ભાંડી ઢીકાપાટુથી માર મારવા ઉપરાંત હર્ષે છરી બતાવી હતી અને હાથમાં પહેરેલું કડુ ભાણજી ભાઈના માથામાં ઝીંકી દીધુ હતું. સિટી એ ડિવિઝન પોલીસમાં ભાણજીભાઈએ ફરિયાદ કરી છે.
જામનગરના નવાગામ ઘેડમાં આવેલી મધુરમ રેસીડેન્સીમાં રહેતા જશુભા ખેંગારજી જાડેજાના પુત્ર મહેન્દ્રસિંહ સાથે મોટર સીઝ કરવાની બાબતે ભીમવાસના ઢાળીયા નજીક રહેતા પંકજ પાંડવને બોલાચાલી થઈ હતી. તેનું સમાધાન કરવા માટે ગઈરાત્રે આવેલા પંકજે ગાળો ભાંડી જશુભાના બીજા પુત્ર રાજદીપસિંહ સાથે ઝપાઝપી કરી ધોકાથી હુમલો કર્યાે હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial