Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાજય સરકારે દ્વિચક્રી વાહન ચાલકો માટે હેલ્મેટ પહેરવાના કાયદાની કડક અમલવારીનો આદેશ કર્યો છે. જેનો આજથી જામનગર મહાનગરપાલિકાએ અમલ શરૂ કર્યો છે. આજે અનેક વાહન ચાલકોને કચેરીમાં પ્રવેશ રોકવામાં આવ્યો હતો. રાજ્યમાં વધતા જતા વાહન અકસ્માતોમાં માનવીને ગંભીર ઈજા/મૃત્યુના બનાવોને રોકવા માટે ટ્રાફિક નિયમની કડક અમલવારીનો આદેશ થયો છે. આથી જામનગર મહાનગરપાલિકાના નાયબ કમિશ્નર દ્વારા તા. ર૧ ના પરિપત્ર પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે, અને તમામ કર્મચારીઓને હેલ્મેટ સાથે વાહન લઈને કચેરીમાં પ્રવેશવા સૂચના આપી હતી. જેના અનુસંધાને આજે જામનગર મહાનગરપાલિકા કચેરીના બન્ને મુખ્ય પ્રવેશદ્વાર (લાલબંગલા અને ભીડભંજન મંદિર સામે) ના દરવાજે આજે સવારે સિક્યોરીટી સ્ટાફને તૈનાત કરી દેવામાં આવ્યો હતો અને હેલ્મેટ પહેર્યા વગરના તમામ વાહન ચાલક કર્મચારીઓને અટકાવવામાં આવ્યા હતાં. આથી અમુક કર્મચારી પોતાના વાહનો બહાર પાર્ક કરીને પગપાળા જ કચેરીમાં પહોંચ્યા હતાં. તો અમુક કર્મચારી હેલ્મેટ પહેરવા માટે પરત ફર્યા હતાં અને હેલ્મેટ સાથે આવ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial