Advertisement
Author: નોબત સમાચાર

નગરના ડો. વસંત વી. સાપોવડિયાને અપાયો બેસ્ટ ઓફથેલ્મોલોજિસ્ટ ઓફ ધ યર એવોર્ડ

ઈન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા

જામનગર તા. ર૩: આઈએમએ દ્વારા આંખોની સારવાર ક્ષેત્રે ડો. વસંત વી. સાપોવડિયાને પ્રતિષ્ઠિત બેસ્ટ ઓફથેલ્મોલોજિસ્ટ ઓફ ધ યરથી સન્માનિત કરાયા છે.

રાજકોટમાં યોજાયેલ બે દિવસીય કોન્ફરન્સ દરમ્યાન ઈન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા આંખોની સારવાર ક્ષેત્રે તેમના અસધારણ યોગદાન અને અતૂટ પ્રતિબદ્ધતાને માન્યતા આપતા ડો. વસંત વી. સાપોવડિયાને પ્રતિષ્ઠિત બેસ્ટ ઓફથેલ્મોલોજિસ્ટ ઓફ ધ યર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. ડો. સાપોવડિયાને તેમની ઉત્કૃષ્ટ કિલનિકલ કૌશલ્ય, દર્દીની સંભાળ પ્રત્યેની સમર્પિતતા અને આંખોની સારવાર ક્ષેત્રમાં નોંધપાત્ર પ્રગતિ બદલ આ એવોર્ડથી સન્માનિત કરવા માટે પસંદ કરવામાં આવ્યા હતાં, ૩૭ વર્ષથી વધુની કારકિર્દીમાં ડો. સાપોવડિયાને નેત્રદીપ મેક્સિવિઝન આઈ હોસ્પિટલ નામની તેમની હોસ્પિટલ અસંખ્ય દર્દીઓની દૃષ્ટિ અને જીવનની ગુણવત્તામાં સુધારો કરવા. આંખની વિવિધ પરિસ્થિતિઓના નિદાન અને સારવારમાં સતત શ્રેષ્ઠતમ પર્ફોમન્સ આપ્યું છે, તેઓની કિલનિક પ્રેક્ટિસ ઉપરાંત ડો. સાપોવડિયા સંશોધન અને શિક્ષણમાં સક્રિયપણે સંકળાયેલા છે, જે આંખના સર્જનોની નવી જનરેશનને માર્ગદર્શન આપે છે અને આંખની સંભાળ, ટેકનિક અને ટેકનિકના વિકાસમાં યોગદાન આપે છે. નવીનતા પ્રત્યેની તેઓની ઉત્કૃષ્ટતા અને શ્રેષ્ઠતાની પ્રતિબદ્ધતાએ તેમને આ ક્ષેત્રમાં લીડરશિપ અપાવી છે.

ડો. સા૫ોવડિયાની દર્દી પ્રત્યેની કરૂણા, અનુકરણીય કામગીરીથી સમાજ ઉપર અમિટ છાપ છોડવા માટે તેમના સહયોગી ડોકટર્સ, દર્દીઓ અને મિત્રો સૌ એકમત થઈ ડો. સાપોડિયાને મળેલી બેસ્ટ ઓફથેલ્મોલોજિસ્ટ ઓફ ધ યર એવોર્ડની સફળતાની સહિયારી ઉજવણી કરી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh