Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઉઠાવગીરે પોતાના સાગરિતનું નામ ઓકી નાખ્યું:
જામનગર તા. ૨૩: જામનગર-ખંભાળિયા માર્ગ પરથી પોલીસે જોગવડ ગામના પાટીયા નજીક રહેતા શખ્સને બે ચોરાઉ મોટરસાયકલ સાથે પકડી પાડ્યો છે. એક બાઈક તેણે મોટી ખાવડી પાસે ખાનગી કંપનીના મટીરીયલ ગેઈટ નજીકથી ઉઠાવ્યાની કબૂલાત આપી છે અને પોતાના સાગરિતનું નામ પણ ઓકી નાખ્યું છે. પોલીસે રૂ.પપ હજારના બે ચોરાઉ બાઈક કબજે કરી લીધા છે.
જામનગર-ખંભાળિયા માર્ગ પર મોટી ખાવડી ગામ પાસે ગઈકાલે મેઘપર પોલીસ સ્ટેશનના પીઆઈ પી.ટી. જયસ્વાલ તથા સ્ટાફ દ્વારા કરવામાં આવી રહેલા પેટ્રોલિંગ દરમિયાન એક શખ્સ ચોરાઉ બાઈક સાથે જઈ રહ્યો હોવાની બાતમી મળી હતી.
તે બાતમીના આધારે લાલપુર તાલુકાના જોગવડ ગામના પાટીયા નજીક રહેતા વિનોદ સોમાભાઈ માતંગ નામના શખ્સને રોકી લેવામાં આવ્યો હતો. તેના કબજામાંથી મળી આવેલા બાઈક અંગે પૂછપરછ કર્યા પછી વિનોદે બે મોટરસાયકલની ચોરી કર્યાની કબૂલાત આપી છે. એક બાઈક તેણે મોટી ખાવડી નજીક ખાનગી કંપનીના મટીરીયલ ગેઈટ પાસેથી ઉઠાવ્યાનું કબૂલ્યું છે અને પોતાના સાગરિત ઓખામંડળના મીઠાપુરમાં ઉદ્યોગનગર પાસે રહેતા ગોદર સનાભાઈ લધા ઉર્ફે ગોદરીયાનું નામ આપ્યું છે. પોલીસે રૂ.પપ હજારના બે બાઈક કબજે કરી વિનોદની ધરપકડ કરી છે અને ગોદરની શોધખોળ આરંભી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial