Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બિમલ કાંતિલાલ હરિઆની ખોટી રીતે નિમણૂક કરવામાં આવી હતી તે રદ્ કરવામાં આવી છે
જામનગરના ઓશવાળ એજ્યુકેશન ટ્રસ્ટના ફાઉન્ડર ચેરમેન અને ચેરમેન તરીકે જયંતિલાલ લખમશી હરિઆની ટ્રસ્ટ, સંસ્થા તથા મહાનુભાવો દ્વારા સન્માન કરાયું હતું. આ તકે સાંસદ પૂનમબેન માડમ તથા ધારાસભ્ય રીવાબા જાડેજાએ પણ શુભેચ્છા પાઠવી હતી.
ઓશવાળ એજ્યુકેશન ટ્રસ્ટ છેલ્લા ૪ર વર્ષથી શિક્ષણક્ષેત્રે અગ્રેસર કામગીરી કરી રહ્યું છે અને અનેક સંસ્થાઓ ચલાવી રહ્યું છે. ટ્રસ્ટના સ્થાપક ચેરમેન જયંતિલાલ લખમશી હરિઆનું ટ્રસ્ટ સંચાલિત-ટ્રસ્ટીઓ, મેનેજમેન્ટ કમિટીના સભ્યો તથા દરેક સંસ્થાના સંચાલકો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.
ઓશવાળ એજ્યુકેશન ટ્રસ્ટમાં ટ્રસ્ટી તરીકે તથા ચેરમેન તરીકે બિમલ કાંતિલાલ હરિઆની ગેરકાયદેસર અને ખોટી રીતે નિમણૂક કરવામાં આવેલ જે રદ્ કરેલ છે. તેવી ચોખવટ સાથે જણાવ્યું હતું કે જયંતિલાલ હરિઆ ફાઉન્ડર ચેરમેન છે અને એમને ચેરમેન તરીકે નવાજવામાં આવ્યા છે.
ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટ રમણિકલાલ કે. શાહે રુદ્રાક્ષમાળા, ઓનોરરી સેક્રેટરી ચંદુભાઈ શાહે પાઘડી તથા ટ્રસ્ટી ભારતેશ શાહે પુષ્પગુચ્છ દ્વારા ચેરમેનનું સન્માન કર્યું હતું. ઓશવાળ એજ્યુકેશન ટ્રસ્ટ, ટ્રસ્ટીઓ, મેનેજમેન્ટ કમિટીના સભ્યો તથા કર્મચારીઓએ ચેરમેનને સંસ્થા પ્રગતિના શિખરો સર કરી તેવી શુભેચ્છા પાઠવી હતી. તદુપરાંત સમાજની વિવિધ સંસ્થાઓના આગેવાનોએ શ્રી જયંતિભાઈ હરિઆને શુભેચ્છા પાઠવી છે, તેમ ઓશવાળ એજ્યુકેશન ટ્રસ્ટના ટ્રસ્ટીગણની યાદી જણાવે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial