Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સર્વોચ્ચ અદાલતે પોતાનો ૩૪ વર્ષ જુનો ચૂકાદો પલટાવ્યોઃ
નવી દિલ્હી તા. ર૩: કેન્દ્ર સરકારને મોટો ઝકટો લાગ્યો છે. સુપ્રિમ કોર્ટે દારૂ અંગે ૩૪ વર્ષ જુનો આદેશ પલટતા કહ્યું કે ઈન્ડસ્ટ્રિયલ આલકોહોલ અંગે કાયદો ઘડવાના રાજ્યોને સત્તા છે.
સુપ્રિમ કોર્ટે તેનો ૩૪ વર્ષ જુનો ઈન્ડસ્ટ્રિયલ આલ્કોહોલ અંગેનો ચૂકાદો પલટી નાખ્યો છે. આ આદેશ કેન્દ્ર સરકાર માટે એક મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર સુપ્રિમ કોર્ટે ૮:૧ ની બહુમતી સાથે ૩૪ વર્ષ જુના ચૂકાદાને બદલી નાખતા આદેશ આપ્યો છે કે રાજ્ય સરકાર પાસે જ ઈન્ડસ્ટ્રિયલ આલ્કહોલના નિર્માણ, ઉત્પાદન અને સપ્લાય પર નિયામક અધિકારો છે.
ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા ચંદ્રચૂડની અધ્યક્ષતા હેઠળ નવ જજની બેન્ચે સમર્થન આપ્યું છે કે, રાજ્યો આ પ્રકારના આલ્કોહોલમાંથી મોટાપાયે આવક મેળવી રહી છે. તેઓ જ ઈન્ડસ્ટ્રિયલ આલ્કોહોલ સહિત તમામ પ્રકારના દારૂ અને તેના રો મટિરિયલ પર ટેક્સ કંટ્રોલ અને અન્ય નિયંત્રણો લાદવાનો હક્ક છે. માત્ર અમુક ચોક્કસ ઈન્ડસ્ટ્રી પર જ કેન્દ્ર હક્ક દર્શાવી શકશે.
આ આદેશમાં ઈન્ડસ્ટ્રિયલ આલ્કોહોલને બંધારણની ૧૧ મી યાદીની ૮ મી એન્ટ્રી અંતર્ગત બિનઝેરી દારૂની કેટેગરીમાં વ્યખ્યાયિત કરવામાં આવ્યો છે. જેથી તેના ઉત્પાદન, ટેક્સ અને નિયંત્રણોનો અધિકાર રાજ્યોને આપવા મંજુરી અપાઈ છે. સુપ્રિમ કોર્ટે જણાવ્યું કે, રાજ્યો પાસેથી ઈન્ડસ્ટ્રિયલ આલ્કોહોલ પર કાયદ ઘડવાની સત્તા છીનવી શકાય નહીં.
નવ જજની બેન્ચમાંથી એક જસ્ટિસ બી.વી. નાગરત્નાએ આ મામલે અસહમતિ દર્શાવી હતી કે સંસદને ઈન્ડસ્ટ્રિયલ આલ્કોહોલનું નિયમન કરવાની સત્તા આપવામાં આવે, જ્યારે રાજ્યોને ઝેરી દારૂ અને પોટેબલ આલ્કોહોલ પર નિયંત્રણો આપવા જોઈએ.
ઉલ્લેખનિય છે કે ૩૪ વર્ષ પહેલા સાત જજોની બંધારણીય બેન્ચે આ કેસમાં ઈન્ડસ્ટ્રિયલ આલ્કોહોલના ઉત્પાદન અને નિયમનની સત્તા કેન્દ્રને સોંપવા સહમતી દર્શાવી હતી. આ ચૂકાદાને બદલી દેતા કોર્ટની નવી બેન્ચે સ્પષ્ટતા કરી હતી કે, ઈન્ડસ્ટ્રિયલ આલ્કોહોલ પીવા માટે વપરાતો નથી. તેથી તેને બંધારણ મુજબ બિનઝેરી દારૂ કેટેગરીમાં વર્ગિકૃત કરવો જોઈએ.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial