Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રૂ.૯ લાખ સામે ૧૮ લાખ માંગ્યાની હતી ફરિયાદઃ
જામનગર તા. ર૩: જામનગરના એક આસામીએ રૂ.૯ લાખ સામે વ્યાજ સાથે રૂ.૧૮ લાખ માંગી ધમકી અપાયાની એક શખ્સ સામે પોલીસમાં ફરિયાદ કરી હતી. તે કેસ ચાલી જતાં અદાલતે આરોપીનો છૂટકારો કર્યાે છે.
જામનગરમાં રેસ્ટોરન્ટ ચલાવતા જતીન મનસુખભાઈ વિઠ્ઠલાણી નામના આસામીએ કોરોનાકાળમાં વ્યવસાય બંધ રહેતા ચઢી ગયેલા દુકાન ભાડા તથા માણસોના પગાર અને લાઈટબીલ માટે પૈસાની જરૂરિયાત ઉભી થતાં રૂ.૯ લાખ હરેન્દ્રસિંહ કિશોરસિંહ જાડેજા પાસેથી પાંચ ટકાના વ્યાજે લીધા હતા.
તે દરમિયાન સિક્યુરિટીમાં જતીનભાઈએ રૂ.૩-૩ લાખના ત્રણ ચેક આપ્યા હતા. તે ચેક નહીં ચાલે તેમ કહી હરેન્દ્રસિંહે જતીનભાઈના મિત્રના મકાનનો દસ્તાવેજ પોતાના નામે કરાવ્યો હતો. તે પછી ચેક પણ રાખી લઈ આ શખ્સે રૂ.૧૮ લાખ માંગી ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ પોલીસમાં જતીનભાઈએ કરી હતી.
તે કેસ ચાલી જતાં અદાલતે બંને પક્ષની દલીલો સાંભળ્યા પછી આરોપી હરેન્દ્રસિંહ ઉર્ફે હરૂભાનો છૂટકારો ફરમાવ્યો છે. આરોપી તરફથી વકીલ નાથાલાલ ઘાડીયા, પરેશ સભાયા, હીરેન સોનગરા, રાકેશ સભાયા, ગજેન્દ્રસિંહ ઝાલા, નૈમિષ ઉમરેટીયા રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial