Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મુખ્યમંત્રી એકનાથ શિંદે કોપરી પાચપાખાડીથી લડશે ચૂટણીઃ
મુંબઈ તા. ર૩: શિવસેના (શિંદે) એ ૪પ બેઠક પર ઉમેદવારો જાહેર કર્યા છે. એકનાથ શિંદે કોપરી પાચપાખાડીથી ચૂંટણી લડશે.
મુખ્યમંત્રી એકનાથ શિંદેની પાર્ટી શિવસેનાએ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીને લઈને પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. રાજ્યના સીએમ એકનાથ શિંદ કોપરી પાચપાખાડી બેઠક પરથી ચૂંટણી લડશે. શિવસેનાએ મંગળવારે (રર ઓક્ટોબર) ૪પ બેઠકો માટે ઉમેદવારોની યાદી જાહેર કરી છે.
સંજય ગાયકવાડને બુલઢાણાથી ટિકિટ આપવામાં આવી છે. અબ્દુલ સત્તારને સિલ્લોડથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. છત્રપતિ સંભાજીનગર પશ્ચિમમાંથી સંજય શિરસાટને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. પાર્ટીએ દાદાજી ભૂસેને માલેગાંવ બાહ્યાથી પોતાના ઉમેદવાર બનાવ્યા છે. પ્રતાપ સરનાઈક ઓવલા માજીવાડાથી ચૂંટણી લડશે. પ્રતાપ સરનાઈક મહારાષ્ટ્રની ઓવલા માજીવાડા વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લફશે. તાનાજી સાવંતને પરંડાથી ટિકિટ આપવામાં આવી છે. દીપક કેસકર સાવંતવાડીથી ચુંટણી લડશે. પાર્ટીએ પાટણથી શંભુરાજ દેસાઈ અને ભાયખલાથી યામિનીને ટિકિટ આપી છે.
મહારાષ્ટ્ર નવનિર્માણના અમિત રાજ ઠાકરે મુંબઈની માહિમ વિધાનસભા બેઠક પરથી એકનાથ શિંદે જુથની શિવસેનાએ ઉમેદવાર રાખ્યા છે. વર્તમાન સદા સરવણકરને ફરી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. અમિત ઠાકરે મનસે પ્રમુખ રાજ ઠાકરેના પુત્ર છે. રવિન્દ્ર વાયકર જોગેશ્વરી પૂર્વ બેઠકના સાંસદની પત્ની અને પૈઠાણના સાંસદ સંદીપન ભુમરેના પુત્રને ટિકિટ મળી છે. આ યાદીમાં મોટાભાગના વર્તમાન ધારાસભ્યોને ફરીથી ટિકિટ મળી છે અથવા તેમના પરિવારના સભ્યોને ટિકિટ મળી છે. મહારાષ્ટ્રમાં સત્તાધારી મહાયુતિ ગઠબંધનમાં સાથી પક્ષો સાથે મળીને વિધાનસભા ચૂંટણી લડી રહ્યા છે. રાજ્યમાં હાલમાં મહાયુતિ ગઠબંધનની સરકાર છે અને એકનાથ શિંદે રાજ્યના મુખ્યમંત્રી છે, જ્યારે ડેપ્યુટી સીએમ દેવેન્દર ફડણવીસ અને અજિત પવાર છે. ર૦ નવેમ્બરના એક જ તબક્કામાં રાજ્યની ર૮૮ વિધાનસભા બેઠકો પર મતદાન થશે. ચૂંટણીના પરિણામો ર૩ નવેમ્બરના જાહેર કરવામાં આવે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial